હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

મુંબઈ બ્લાસ્ટનો વોન્ટેડ આરોપી ફારૃક ટકલો દુબઈથી ઝડપાયો

મુંબઈ તા. ૮ઃ મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ આરોપી ફારૃક ટકલાને ઝડપી લેવામાં સીબીઆઈને સફળતા મળી છે. રેડ કોર્નર નોટીસ જાહેર થયા પછી તેને દુબઈથી દબોચી લેવાયો છે. આજે તેને ટાડા કોર્ટમાં રજૂ કરાશે, અને રિમાન્ડની માંગણી કરાશે.

વર્ષ ૧૯૯૩ ના મુંબઈ બ્લાસ્ટના આરોપી અંધારી આલમના ડોન દાઉદ ઈબ્રાહીમના વિશ્વાસુ ફારૃક ટકલાની દુબઈથી ધરપકડ કરી મુંબઈ લાવવામાં આવ્યો છે. ૧૯૯૩ બ્લાસ્ટ પછી ૧૯૯પ માં ફારૃક વિરૃદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી હતી. વર્ષ ૧૯૯૩ પછી ફારૃક ટકલો ભારતથી ભાગી ગયો હતો. આજે સવારે જ એર ઈન્ડિયાની ફ્લાઈટથી તેને મુંબઈ લવાયો છે. ફારૃકને સીબીઆઈની ઓફિસે લઈ જવાયો છે જે પછી તેને ટાડા કોર્ટ સમક્ષ રજૂ કરાશે. તા. ૧ર મી માર્ચ ૧૯૯૩ ના મુંબઈમાં એક પછી એક ૧ર બોમ્બ ધડાકા થયા હતાં જેમાં રપ૭ લોકોના મોત થયા હતાં અને ૭૦૦ ને ઈજા થઈ હતી. મુંબઈ બ્લાસ્ટ પાછળ દાઉદ ઈબ્રાહીમનો હાથ હતો.

ફારૃક ટકલો ઝડપાયા પછી હવે સીબીઆઈ તેની પાસેથી મહત્ત્વની માહિતી ઓકાવી શકશે. આજે કોર્ટ રિમાન્ડ મંજુર કરશે, તો તેની પાસેથી મુંબઈ બ્લાસ્ટ સિવાયની દાઉદને લગતી અન્ય વિગતો પણ મેળવવા સીબીઆઈ પ્રયાસો કરશે.

બીજી તરફ ડોન દાઉદ ઈબ્રાહીમે ફરીથી ભારતમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવા સમયે ટકલાની ધરપકડ થતા આ કેસમાં હવે પ્રગતિ થશે, તેવી આશા બંધાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00