ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

સિક્કાના પીએસઆઈને ડીસમીસ કરવાની માંગણીઃ સતવારા સમાજમાં ઉકળતો ચરૃ

જામનગર તા.૯ ઃ જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનના પીએસઆઈએ સતવારા સમાજના એક મહિલા સાથે અત્યંત અભદ્ર ભાષામાં વાત કરી તેણીને માર મારવાના બનાવની ઓડિયો ક્લિપ વહેતી થયા પછી આ બનાવના ઘેરા પડઘા પડયા છે. આ પીએસઆઈને ડીસમીસ કરવાની અને તેઓની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માગણી સાથે જામનગર ગ્રામ્યના ધારાસભ્યના વડપણ હેઠળ આજે જંગી રેલી યોજવામાં આવી હતી તેમાં જોડાયેલા લોકોએ સાત રસ્તાથી શરૃ કરેલી રેલી એસપી કચેરીએ પૂર્ણ થઈ હતી. આગેવાનોએ એસપીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રોષ વ્યક્ત કર્યાે છે.

જામનગર તાલુકાના આમરા ગામના એક સતવારા પરિવારમાં થોડા દિવસો પહેલા વિખવાદ થયા પછી તે પરિવારના મહિલા રજૂઆત માટે સિક્કા પોલીસ સ્ટેશનમાંં ગયા હતા જ્યાં ફરજ પરના પીએસઆઈ જે.કે. મોરીએ આ મહિલા સાથે બેફામ અને અભદ્ર ભાષામાં વાત કરી તેણીને બે ઝાપટ મારી નારી શક્તિનું અપમાન કર્યું હતું.

આ મહિલાએ અવારનવાર પોતાની વાત સાંભળવા માટે કરેલી વિનંતીને પીએસઆઈ મોરીએ ન સાંભળી તેણીને ફોન કેમ કર્યાે હતો તેમ કહી બીભત્સ ગાળો ભાંડતા તે સમગ્ર સંવાદની હકીકત વર્ણવતી ઓડિયો ક્લિપ સોશ્યલ મીડિયામાં વાયરલ થવા પામી છે.

ઉપરોક્ત બાબતે આઠેક દિવસ પહેલા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. આ ઉપરાંત ગુજરાતભરના સતવારા સમાજમાંં પ્રસરેલી રોષની લાગણીના પ્રત્યાઘાતરૃપે દરેક ગામ, તાલુકા તેમજ જિલ્લાના સતવારા સમાજે આવેદનપત્ર પાઠવ્યા હોવા છતાં તે પોલીસ અધિકારી સામે કોઈ પગલા ભરવામાં ન આવતા ચોમેર રોષ ફાટી નીકળ્યો છે.

આ રોષને વાચા આપવા માટે આજે સવારે જામનગરમાં સાત રસ્તા સર્કલથી સતવારા સમાજની રેલી યોજવામાં આવી હતી તે રેલીમાં ઉમટી પડવા માટે રાજ્યભરના સતવારા સમાજના સભ્યોને આહ્વાન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીના અશોભનીય વર્તનને જામનગર જિલ્લાના તમામ સતવારા સમાજના ગામેગામના આગેવાનો, મહિલા મંડળો, રાજકીય આગેવાનો, સોશ્યલ ગ્રુપ, સમાજની સુરક્ષા માટેના યુવાનોના મંડળો, ગ્રુપ તથા સમાજની મહિલાઓએ વખોડી કાઢયું હતું.

આજે સવારે સાત રસ્તા સર્કલથી શરૃ થયેલી સતવારા સમાજની રેલીમાં જંગી જનમેદની ઉમટી પડી હતી. અંદાજે એકાદ કિલોમીટર જેટલી લાંબી રેલીમાં જોડાયેલા સતવારા સમાજના લોકોની આગેવાની જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ લીધી હતી. જ્યારે સમાજના પૂર્વ નગરસેવકો સહિતના અગ્રણીઓ પણ રેલીમાં જોડાયા હતા.

ઉપરોક્ત વિશાળ રેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સામે આવેલી જિલ્લા પોલીસવડાની કચેરીએ પહોંચી હતી જ્યાં આગેવાનોએ એસપી પી.બી. સેજુળને આવેદન પાઠવી પીએસઆઈ જે.કે. મોરીને તાત્કાલિક ડીસમીસ કરી તેઓની સામે ફોજદારી કરવાની ઉગ્ર માંગ કરી છે.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યા મુજબ સિક્કાના પીએસઆઈ મોરી સામાન્ય લોકોને હેરાન-પરેશાન કરી રહ્યા છે, તેઓની સામે કોઈ વ્યક્તિ વિરોધ ઉઠાવે તો તેઓને જાહેરમાં માર મારી પરેશાન કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં આ અધિકારીને ડીસમીસ કરવાની માગણી કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00