૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

કેન્દ્ર સરકારે કરેલા પ્રચાર-પ્રસાર મુજબ જીએસટી ફ્રેન્ડલી નથી તેને સરળ બનાવોઃ મુંબઈ હાઈકોર્ટ

મુંબઈ તા. ૧૩ઃ મુંબઈ હાઈકોર્ટે જીએસટી અંગે કડક ટિપ્પણી કરતા કહ્યું છે કે આ અંગે પ્રચાર-પ્રસાર થયો છે, પરંતુ તે ફ્રેન્ડલી ટેક્સ નથી. લોકોની ફરિયાદો દૂર કરી ટેક્સને સરળ બનાવવો જોઈએ.

મુંબઈ હાઈકોર્ટે જીએસટીના પ્રચારને સરકારનું પબ્લિસિટી સ્ટંગ ગણાવ્યું છે. અદાલતે કહ્યું છે કે ભલે કેન્દ્ર સરકારે જીએસટી અંગે મોટાપાયે પ્રચાર અને પ્રસાર કર્યો હોય, પરંતુ આ ટેક્સ ફ્રેન્ડલી નથી. જસ્ટીસ એસ.સી. ધર્માધિકારી અને ભાતી ડાંગરેની બેન્ચે એક કંપનીની અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

આ પહેલી ઘટના છે કે જ્યારે કોઈ અદાલતે જીએસટીને લઈને આ પ્રકારની ટિપ્પણી કરી હોય. અદાલતે સરકારને કહ્યું છે કે, તે વહેલી તકે જીએસટી અંગેની ફરિયાદો દૂર કરે. અબીકૌર એન્ડ બેન્જેલ ટેકનોવેલ્ડ નામની કંપનીની અરજીની સુનાવણી કરતા ખંડપીઠે કહ્યું હતું કે, જીએસટીનો ઘણો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો અને તેને લોકપ્રિય ગણવામાં આવ્યો. આ આયોજનોનો કોઈ અર્થ નથી. સંસદનું ખાસ સત્ર બોલાવવું કે મંત્રીમંડળની ખાસ બેઠક બોલાવવી, તેનાથી કરદાતાને કોઈ મતલબ નથી. જ્યાં સધુી વેબસાઈટ અને પોર્ટલ સુધી પહોંચવાનું સરળતાથી થઈ ન શકે તો ત્યાં સુધી આ ટેક્સ પ્રણાલી અનુકૂળ નથી.

કંપનીએ તેમની ફરિયાદોમાં એવો દાવો કર્યો છે કે જીએસટી નેટવર્ક પર તે પોતાની પ્રોફાઈલ એક્સેસ ન કરી શક્યા જેના કારણે ઈ-વે બિલ્સ જનરેટ કરી ન શક્યા અને અમે અમારો સામાન ક્યાંય મોકલી ન શક્યા. આ બાબતે બેન્ચે કહ્યું હતું કે, જીેઅસટીને લઈને આ પ્રકારની ફરિયાદો અનેક અદાલતોમાં દાખલ થઈ છે. કોર્ટે આ મામલામાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે અને ૧૬ મી સુધીમાં તે આપી દેવા જણાવ્યું છે. અદાલતે આશા વ્યક્ત કરી છે કે, આ નવા કાનૂનને લાગુ કરવાવાળા હવે જાગશે અને તેને યોગ્ય રીતે લાગુ કરશે.

કોર્ટે કહ્યું છે કે દેશની છબિ, સમ્માન અને પ્રતિષ્ઠા બચાવવા માટે આવું કરવું જરૃરી છે. કારણ કે અત્યારે આપણે વિદેશી રોકાણકારોને રોકાણ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. અમે આશા કરીએ છીએ કે આવી અરજીઓ ઓછી થશે અને કોર્ટને આ નવા ટેક્સ કાનૂનને લાગુ કરવા માટે નહીં જણાવાય. કોર્ટે કહ્યું છે કે સરકાર જીએસટી પોર્ટલના એક્સેસથી જોડાયેલી પરેશાનીઓ દૂર કરવાની સિસ્ટમ વહેલી તકે ઊભી કરે કે જેથી લોકો મુશ્કેલી ઊભી થાય તો તે ઉકેલી શકે. જીએસટી ત્યારે જ સફળ ગણાશે કે જ્યારે પોર્ટલ પર લોકો સરળતાથી પહોંચી પોતાનું રિટર્ન ફાઈલ કરી શકશે.

અદાલતની આ ટિપ્પણીઓએ ટેક્સ પ્રણાલી સરળ હોવાના કેન્દ્ર સરકારના દાવાઓની હવા કાઢી નાખી છે, અને સરકારે હવે અદાલત સમક્ષ તેની સ્પષ્ટતાઓ કરવી પડશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00