ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

સંસદના ચોમાસુ સત્રમાં દુષ્કર્મના ગુન્હામાં આકરી સજા-ત્રિપલ તલાકના બિલો મૂકાશે

નવી દિલ્હી તા. ૧૧ઃ સંસદના ચોમાસુ સત્રમાં સરકારને ઘેરવાની તૈયારી વિપક્ષોએ કરી હોવાથી તેને ખાળવા કેન્દ્ર સરકાર લોકોને સ્પર્શતા મહત્ત્વના બિલો સંસદમાં રજૂ કરી શકે છે.આ માટે અમિત શાહ અને અરૃણ જેટલીએ રણનીતિ ઘડી હોવાના અહેવાલો છે.

સંસદના ચોમાસુ સત્રમાં ૩ તલાક, ઓબીસી બિલ અને દુષ્કર્મીઓને કડકમાં કડક સજા કરવા અંગેના બિલ પસાર કરાવવાનો વ્યૂહ ઘડાયો છે. આવતા બુધવારથી શરૃ થતા સંસદના સત્ર માટે ભાજપે વિપક્ષના પ્રહારોનો સામનો કરવા અને મહત્ત્વના બિલો પસાર કરવાની રણનીતિ બનાવવાનું શરૃ કર્યું છે. આ ક્રમમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગઈકાલે નાણામંત્રી અરૃણ જેટલી સાથે મહત્ત્વની મંત્રણા કરીને કોઈ રણનીતિ ઘડી હોવાનું સૂત્રો જણાવે છે.

જેટલીને અમિત શાહ અને પિયુષ ગોયેલ ગઈકાલે મળ્યા હતાં. દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં સત્ર દરમિયાન વિપક્ષી પ્રહારોને નિપટવાની સાથે સાથે ઉપસભાપતિ પદની ચૂંટણી અંગે પણ ચર્ચા થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે વિપક્ષને પછાડવા ભાજપ આ પદનો પ્રસ્તાવ અકાલી દળ કે ટીડીપીને આપી શકે છે. રાજ્યસભામાં ભાજપ સૌથી મોટો પક્ષ છે અને એનડીએનું સંખ્યાબળ વધુ છે છતાં બહુમતી નથી. ભાજપ અને સરકારની યોજના ગમે તેમ કરીને ૩ તલાકને રોકવા અને રાજ્યસભામાં લટકેલા ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપતા બિલને કાનૂની વાઘા પહેરાવવાની છે.

સરકાર આ ઉપરાંત સત્રમાં ૧ર વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર દુષ્કર્મના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ કરતો પરાધિક કાનૂન સંશોધન બિલ પણ રજૂ કરવા માગે છે. સત્ર ૧૮ મીથી શરૃ થશે. એક વખત સંસદની મહોર લાગ્યા પછી આ બિલ આ બારામાં જારી વટહુકમની જગ્યા લેશે. વટહુકમ ર૧ એપ્રિલે કઠુવા અને ઉન્નાવ રેપકાંડ પછી લવાયો હતો. સૂત્રોનું કહેવું છે કે ડ્રાફ્ટ બિલ તૈયાર કરી લેવાયું છે અને ટૂંક સમયમાં કેબિનેટની  મંજુરી મળી છે. તેમાં દુષ્કર્મના મામલાની તપાસ ઝડપથી કરવાની વાતછે. તેને બે મહિનામાં પૂરૃં કરવાનું રહેશે.

ટ્રાયલ પણ બે મહિનામાં જ થશે. ૧૬ વર્ષથી ઓછી ઉંમરની છોકરી ઉપર દુષ્કર્મ કે સામુહિક કરવા પર આગોતરા જામીન નહીં અપાય. મહિલા ઉપર દુષ્કર્મ  કરવા પર ૭ થી ૧૦ વર્ષની સજા, વધુમાં વધુ સજા આજીવન કેદની  થશે. ૧૬ વર્ષની ઓછી ઉંમરની છોકરી પર દુષ્કર્મની સજા ૧૦ વર્ષથી વધારી ર૦ વર્ષ કરાશે. ૧ર વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર દુષ્કર્મમાં આજીવન કારાવાસ કે પછી ફાંસીની સજાની જોગવાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00