ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

વાયુ સેનાના એક ગ્રુપ કેપ્ટનની ધરપકડઃ પાક.ને ગુપ્ત માહિતી પહોંચાડતો હતોઃ હનીટ્રેપમાં ફસાયો

નવી દિલ્હી તા. ૯ઃ વાયુસેનાના એક ગ્રુપ કેપ્ટનની ગુપ્ત માહિતી લીક કરવાના આરોપ હેઠળ ધરપકડ થઈ છે. હનીટ્રેપમાં ફસાયેલો મનાતો આ અધિકારી પાક.ની આઈએસઆઈને ગુપ્ત માહિતી પહોંચાડતો હતો.

દિલ્હી પોલીસે ભારતીય વાયુસેનાના એક ગ્રુપ કેપ્ટનની ગુપ્ત માહિતી લીક કરવાના આરોપ હેઠળ ધરપકડ કરી છે. એવું કહેવાય છે કે પાક.ની આઈએસઆઈએ આ ગ્રુપ કેપ્ટનને હનીટ્રેપમાં ફસાવીને ગુપ્ત માહિતી મેળવી હતી.

ગ્રુપ કેપ્ટન ફેસબુક દ્વારા બે યુવતીઓના સંપર્કમાં હતો, તે પછી તેને હનીટ્રેપમાં ફસાવાયો હોવાનું મનાય છે, કારણ કે તે પછી તે ગુપ્ત માહિતીઓ વોટ્સએપ મારફત મોકલવા લાગ્યો હતો.

ગ્રુપ કેપ્ટન પર સરકારી ગુપ્તાના કાનૂન હેઠળ કેસ નોંધાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વાયુસેનાના હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા આ ગ્રુ કેપ્ટનની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગે દસ દિવસ સુધી પૂછપરછ કરી હતી, તે પછી તેને દિલ્હી પોલીસના હવાલે કરી દેવાયો હતો, જો કે વાયુસેના તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

સેનાના જવાનો માટે સોશ્યલ મીડિયાના ઉપયોગ અંગે કડક આચારસંહિતા છે, તે મુજબ જવાનોએ પોતાની ઓળખ, હોદ્દો અને તેની ફરજ સ્થળની બાબતો સહિતની માહિતી ગુપ્ત રાખવાની હોય છે અને પોતાનો યુનિફોર્મ સાથેની તસ્વીર પણ સોશ્યલ મીડિયામાં મૂકી શકાતી નથી. આ પહેલાં વર્ષ ર૦૧પ માં પણ રંજીત કે.કે. નામના વાયુદળના કર્મચારીને હનીટ્રેપમાં ફસાવવાની ઘટના બની હતી.

બીજી તરફ ગ્રુપ કેપ્ટને ગુપ્ત માહિતી લીક કરી નથી, પરંતુ વીડિયો અપલોડ થઈ જતાં આવું બન્યું હોવાની વાત કરી છે. આ અંગે પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00