વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

પાકિસ્તાને સંઘર્ષવિરામનો ભંગ કરતા સાંબા સરહદે બીએસએફના ચાર જવાનો શહીદ

શ્રીનગર તા. ૧૩ઃ ડીજીએમઓ સ્તરે થયેલી સમજુતિનો ઉલાળિયો કરીને પાકિસ્તાનની નાપાક સેના તરફથી સાંબા સરહદે ગોળીબાર થતા ચાર જવાનો શહીદ થયા છે અને પાંચ જવાનો ઘાયલ થતા હોસ્પિટલે ખસેડાયા છે.

સાંબા સરહદ પર એકવાર ફરી પાકિસ્તાને યુદ્વવિરામનો ભંગ કરીને ભીષણ ગોળીબાર કર્યો છે. જેમાં બીએસએફના ચાર જવાન શહીદ થયા છે. અન્ય પાંચ ઘાયલ પણ થયા છે. જમ્મુના રામગઢ સેક્ટરના ચમલિયાલ પોસ્ટ પર પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.

એકબાજુ રમઝાનના મહિના દરમિયાન ત્રાસવાદીઓના હુમલાઓ વધુ થઈ રહ્યા છે. એક દિવસ પહેલા જ સોમવારના દિવસે પણ કુપવામામાં ઘૂસણખોરીનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. રવિવારના દિવસે છ આતંકવાદીઓ ઠાર થયા હતાં. રમઝાનના યુદ્વવિરામના ગાળા દરમિયાન છેલ્લા ર૦ દિવસમાં ત્રણ ડઝનથી લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. શ્રીનગરમાં જુદી જુદી જગ્યાઓએ ૧૮ ગ્રેનેડો ઝીંકવામાં આવ્યા છે જેમાં ર૪ થી વધુ લોકોના મોત થયા છે.

બીજી બાજુ સરહદ પર પાકિસ્તાને નાપાક હરકત કરીને ગોળીબાર જારી રાખ્યો છે. ગોળીબાર હેઠળ ત્રાસવાદીઓને ઘૂસાડી દેવાના પ્રયાસ થઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે મંગળવારના દિવસે સવારે સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતાં અને સીઆરપીએફના ૧૦ જવાન ઘાયલ થયા હતાં.

પ્રાપ્ત થતી વિગતો મુજબ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરીંગમાં ત્રણ જુનિયર ઓફિસર અને એક કોન્સ્ટેબલ શહીદ થયા છે. જેમાં સબ ઈન્સ્પેક્ટર રજનીશ કુમાર, એએસઆઈ રામ નિવાસ, એએસઆઈ જતિંદરસિંહ અને હવાલદાર હંસરાજ સામેલ છે.

રામગઢમાં બાબા રામલિયાલની દરગાહ પર દર વર્ષે ર૬ જૂને ઉર્ષ મનાવવામાં આવે છે. દર વર્ષે પરંપરા મુજબ પાકિસ્તાન રેન્જર્સ અહીં ચાદર ચડાવે છે. ચાદર ચડાવવા આવેલા પાકિસ્તાન રેન્જર્સને બીએસએફના જવાન ઉર્ષવાળા દિવસે શરબત પીવડાવે છે. આમ છતાં પાકિસ્તાને ગોળીબાર કરીને માનવતાની હદો પણ વટાવી દીધી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગૃહમંત્રી રાજનાથસિંહ ૭ જૂને બોર્ડર સ્થિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અહીં તેઓ સરહદ પર રહેતા લોકોને મળ્યા હતાં. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહબુબા મુફ્તી અને કેન્દ્રિય મંત્રી જીતેન્દ્રસિંહ આ મુલાકાત સમયે તેમની સાથે હતાં. તાજેતરમાં જ ડીજીએમઓ લેવલની વાતચીત પછી પાકિસ્તાન  સાથે સરહદ પાર રહેતા સામાન્ય નાગરિકોની પરેશાનીને જોતા બન્ને સેનાઓ વચ્ચે સંઘર્ષવિરામ સખ્તીથી લાગુ કરવા સહમતિ બની હતી. ર૬ સપ્ટેમ્બર, ર૦૧૮ ના થયેલી સર્જિકલ સ્ટ્રાઈક પછી આ પહેલો મોકો હતો જ્યારે બન્ને દેશની સેના સંઘર્ષવિરામના પાલન કરવા અંગે સહમત થયા હતાં. આ સમજુતિનો ઉલાળિયો થતા પાકિસ્તાની સેનાનો વિશ્વાસ કરવો મુશ્કેલ બન્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00