નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

લાલપુરઃ રહેણાંક મકાનમાં વીજ જોડાણ આપવામાં અન્યાય

લાલપુર તા. ૧૦ઃ લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામના અશોક અરજણભાઈ સોનગરાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લાલપુરના વીજપંત્રના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા તેના રહેણાંક મકાનમાં વીજજોડાણ આપવામાં કોઈને કોઈ બહાને વિલંબ કરી અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની રજૂઆત કરી છે.

આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે તેમણે તથા આ ગામના વીસેક જેટલા રહેવાસીઓએ રહેણાંક વીજજોડાણ મેળવવા અઢી વરસ પહેલા તમામ આધાર-પુરાવાઓ સાથે અરજી કરી હોવા છતાં કોઈને કોઈ બહાને અરજી પ્રત્યે ધ્યાન દેવામાં આવતું નથી અને મચ્છુ બેરાજા ગામના લોકો વીજ જોડાણથી વંચિત રહ્યા છે. આ પ્રશ્ને યોગ્ય તપાસ કરી મચ્છુ બેરાજા ગામના અરજદારોને વ્હેલાસર વીજજોડાણ મળે તેવા પગલાં લેવા માંગણી કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00