ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

રણજીતસાગર રોડ પર બાઈકને મોટરની ઠોકરઃ બે ઘવાયા

જામનગર તા.૧૬ ઃ જામનગરના રણજીતસાગર રોડ પર એક બાઈકને મોટરે ઠોકર મારતા બાઈકસવાર બે યુવાનો ઘવાયા છે. જ્યારે જામજોધપુરના વસંતપુર પાસે એક ટ્રકે એક વ્યક્તિને હડફેટે લીધો છે. ઉપરાંત મોટી ખાવડી પાસે એક પરપ્રાંતિયને ટ્રકે ચગદી નાખતા તેણે પોલીસમાં ફરિયાદ કરી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા અંકુર ફાર્મ પાસેથી શૈલેષભાઈ દેવશીભાઈ તેમજ તેમના મિત્રો પ્રવિણભાઈ જીજે-૧૦-સીએફ ૮૨૮૫ નંબરનું મોટરસાયકલ લઈ પસાર થતા હતા. આ વેળાએ પાછળથી પૂરઝડપે ધસી આવેલા જીજે-૧-કેજી ૭૧૪૭ નંબરની હ્યુન્ડાઈ એસન્ટ મોટરે આગળ જતાં મોટરસાયકલને ઠોકર મારતા બન્ને યુવાનો ફંગોળાઈ ગયા હતા.

આ અકસ્માતમાં મોટરસાયકલના ચાલક પ્રવિણભાઈને પગમાં ફ્રેકચર થઈ ગયું હતું. જ્યારે શૈલેષભાઈને સાથળમાં ફ્રેકચર થઈ ગયું હતું. આ અકસ્માત અંગે મનસુખભાઈ હીરાભાઈ સાદિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામજોધપુરના વસંતપુર ગામના પાટિયા પાસે ઈબ્રાહીમ કાસમભાઈ ખીરા નામના વ્યક્તિ પસાર થતા હતા ત્યારે જીજે-રપ-ટી ૫૦૮૩ નંબરના એક ટ્રકે તેઓને ઠોકર મારતા ઈબ્રાહીમભાઈનો પગ ટ્રકના વ્હીલ નીચે આવી ગયો હતો. આ પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યાંથી તેઓએ ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જામનગર તાલુકાના મોટી ખાવડીમાં વસવાટ કરતા આનંદકુમાર કમલેશ્વર ડુબે નામના વ્યક્તિને શનિવારે સાંજે રિલાયન્સ કંપનીના મેઈન ગેઈટ પાસે ૮ર૦૭ નંબરના એક ટ્રકે હડફેટે લઈ પગમાં ફ્રેકચર કરી નાખતા આનંદકુમારે પોલીસમાં રાવ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00