નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

જામનગરમાં મેગા સુપર સ્પેશ્યાલીટી કેમ્પની ક્લોઝીંગ સેરેમની-પ્રોત્સાહન સમારંભ નિમિત્તે ૧પ મીએ સંગીત સંધ્યા

જામનગર તા. ૧૩ઃ ઓશવાળ એસોસિએશન-યુ.કે.ની ગોલ્ડન જ્યુબિલિ નિમિત્તે ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ-ભારત તથા ઓશવાળ એસોસિએન-યુ.કે.ના સંયુક્ત ઉપક્રમે જરૃરિયાતમંદ દર્દીઓ માટે તા. ૯ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી ર૦૧૮ દરમિયાન મેગા સુપર સ્પેશ્યાલીટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંખ, દાંત, મેમોગ્રાફી, સર્વાઈકલ કેન્સર, યુરોલોજી સ્ક્રીનીંગ તથા થેલેસેમિયાના રોગોની ચકાસણી કરવામાં આવેલ છે. આ કેમ્પનો લાભ મેળવનારાઓમાં જરૃરી હોય તેવા દર્દીઓનું વિનામૂલ્યે ઓપરેશન અને સારવાર કરવામાં આવશે. સાથે ગત્ ડિસેમ્બર-૧૭ દરમિયાન યોજાયેલ પ્રિ-સ્ક્રીનીંગ કેમ્પનો લાભ મેળવનાર ૧૩૦૦ જેટલા અપંગ-વિક્લાંગને સાધન સહાય તથા મંદ શ્રવણ શક્તિના દર્દીઓ માટે ઈયરમશીનનું વિતરણ રત્નનિધિ ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત કેમ્પનો શુભારંભ તા. ૯ ફેબ્રુઆરી, ર૦૧૮ ના કરવામાં આવેલ છે. તા. ૧પ ફેબ્રુઆરી-૧૮ ના રાત્રે ક્લોઝીંગ સેરેમની તથા પ્રોત્સાહન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પ્રસંગે જે લોકો વિક્લાંગ છે તેમ છતાં રમત-ગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ અદ્ભુત પ્રદર્શન કરી ગુજરાતને ગૌરવાંતીત બનાવેલ છે તેવા વિક્લાંગ રમતવીરોને પ્રોત્સાહિત કરવાની સાથે સમગ્ર કેમ્પ માટે સહયોગી ટીમનું બહુમાન કરવામાં આવશે.

ઉપરોક્ત ક્લોઝીંગ સેરેમનીની તથા પ્રોત્સાહન સમારંભ પ્રસંગ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન તા. ૧પ.ર.ર૦૧૮ (ગુરુવાર) ના રાત્રે ૮.૩૦ વાગ્યે, ઓશવાળ સેન્ટર, બન્ને પગારી વચ્ચે ગ્રાઉન્ડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમ ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના માનદ્મંત્રી મનીષ આર. શાહે જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00