બન્ને દેશોએ ૧૪ કરારો કર્યાઃ ચીન અને નેપાળ કાઠમંડુને તિબેટ સાથે જોડતી રેલવે લાઈન બાંધશે / સુરતમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમનઃ મકાન પર પડી વીજળી / કાશ્મીરમાં સુરક્ષા બળો આક્રમકઃ ઠાર થયેલા આતંકીનો મૃતદેહનો પરિજનોને નહીં સોંપાય /

રેલવેના પચાસ હજાર કર્મચારીઓ આજે કરશે સંસદનો ઘેરાવઃ ખાનગીકરણનો વિરોધ

નવી દિલ્હી તા. ૧૩ઃ રેલવે વિભાગના પચાસ હજાર જેટલા કર્મચારીઓ તેમની સમસ્યાઓના નિરાકરણની માંગણી ઉપરાંત ખાનગીકરણનો વિરોધ વ્યક્ત કરીને સંસદને આજે ઘેરાવ કરશે, તેવા અહેવાલો મળી રહ્યા છે.

નવી પેન્શનનીતિ, લઘુત્તમ વેતનદર અને રેલવેના ખાનગીકરણની વિરૃધ્ધ રેલવે કર્મચારી આજે સાંસદનો ઘેરાવ કરશે. રેલવે યુનિયનનો દાવો છે કે આ પ્રદર્શનમાં આશરે ૫૦ હજાર રેલવે કર્મચારી સામેલ થશે. રેલવે કર્મચારીઓનો આરોપ છે કે ૨૦૦૪માં ગત એનડીએ સરકારે નવી પેન્શન નીતિ લાગુ કરી હતી. અને ત્યારબાદ એક જ સંસ્થામાં એક જ પર નોકરી રહેલા લોકોની સાથે ભેદભાવ થયો છે.

ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનનું કહેવું છે કે જાન્યુ. ૨૦૦૪ પછીથી પાંચ લાખ લોકો રેલવેમાં નોકરીમાં જોડાયા. અને તેમને કોઈ પેન્શન નહીં મળે. જ્યારે કે ભારત સરકારની નોકરીમાં એવા કુલ ૧૧ લાખ લોકો છે કે જેમને પેન્શનનો લાભ મળશે. આ ઉપરાંત રેલવે કર્મચારીઓ લઘુત્તમ વેતનને લાગુ કરવા અને રેલવેના ખાનગીકરણ કરવાનો પણ વિરોધ કરી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00