દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

મગફળીની ટેકાના ભાવે પુનઃ ખરીદી શરૃ કરવા માર્કેટીંગ યાર્ડના ચેરમેનની રજૂઆત

જામનગર તા. ૮ઃ જામનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મગફળીની ખરીદી ફરીથી શરૃ કરવા અને ખેડૂતોને કપાસનો પાક વીમો ચુકવવા પૂર્વ મંત્રી અને હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન રાઘવજીભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીને રૃબરૃ મળી આવેદનપત્ર રજૂ કરીને રજૂઆત કરી છે.

ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી અચાનક બંધ કરી દેવાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. આથી રાજ્ય સરકાર પુનઃ મગફળી ખરીદી માટેના કેન્દ્રો શરૃ કરે તે જરૃરી છે. આ ઉપરાંત રાજ્યભરમાં તૂવેરનું તથા ચણાનું મબલખ ઉત્પાદન થતું હોવાથી તૂવેર તથા ચણાની ટેકાના ભાવે ખરીદી શરૃ કરવા તેમણે માંગણી કરી છે. ર૦૧૬/૧૭ ના વર્ષનો કપાસનો પાક વીમો હજુ સુધી ખેડૂતોને ચૂકવવામાં આવ્યો નથી. જેના કારણે ખેડૂતોમાં નારાજગી અને અસંતોષ પ્રવર્તે છે. સરકાર સત્વરે ખેડૂતોને કપાસનો પાક વીમો ચૂકવી આપે તેવી રજૂઆત પણ તેમણે કરી છે. પાક ધિરાણ સમયે વીમાના પ્રિમિયમની રકમ ફરજિયાત લેવાની નીતિમાં ફેરફાર કરવા પણ તેમણે માંગણી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00