તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

જામનગરમાં બાળકીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુઃ મૃતદેહ સાથે આવેલા સાવકા ભાઈ, સંબંધીની પૂછપરછ

જામનગર તા. ૧૩ઃ જામનગરના કૃષ્ણનગરમાં રહેતી એક બાળકીને આજે સવારે તેણીના સાવકી માતાના પુત્ર અને અન્ય સંબંધી મૃત્યુ પામેલી હાલતમાં જી.જી. હોસ્પિટલમાં લાવ્યા હતા. પોલીસે મૃતદેહ પર રહેલા ઈજાના નિશાનો જોઈ તપાસનો ધમધમાટ આરંભ્યો છે. આ બાળકીની માતા થોડા દિવસો પહેલા ઘરેથી ચાલી ગઈ હોય તેની તપાસમાં બહારગામ ગયેલા પિતાને પણ આ બનાવથી વાકેફ કરવામાં આવ્યા છે અને પોલીસે બાળકીના મૃતદેહનું પી.એમ. કરાવી વિવિધ દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે.

જામનગરના કૃષ્ણનગર વિસ્તારની શેરી નં.૪માં રહેતા ચેતનભાઈ મુકુંદરાય કલ્યાણીનો સોળ વર્ષનો પુત્ર શિવમ અને તેમના સંબંધી ભરતભાઈ ખીમજીભાઈ મથ્થર આજે સવારે સાતેક વાગ્યે નવ વર્ષની ઈશુબેન ચેતનભાઈ નામની બાળકીને બેશુદ્ધ જેવી હાલતમાં રીક્ષામાં જી.જી. હોસ્પિટલ લઈને આવ્યા હતા. આ બાળકીના શ્વાસ અટકી ગયા હોવાનું જાણી તેણીને તાત્કાલિક ફરજ પરના સીએમઓ સમક્ષ લઈ જવામાં આવી હતી. જ્યારે જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર નારણભાઈ લૈયા તથા મગનભાઈ ચનિયારા પણ તાત્કાલિક દોડી ગયા હતા.

આ બાળકીના શરીરની ચકાસણી કરતા તેણી મૃત્યુ પામેલી હોવાનું તબીબના ધ્યાને આવ્યું હતું. જ્યારે બાળકીના કપાળ, બન્ને આંખ, દાઢી, જમણા હાથ, પગની ઘુંટી તેમજ પગના તળિયામાં ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. આ ઉપરાંત બાળકીના ડાબા હાથમાં પ્લાસ્ટર મારેલું પણ નજરે ચડયું હતું. આથી જમાદાર નારણભાઈ તથા મગનભાઈએ તે મૃતદેહની સાથે આવેલા શિવમ અને ભરતભાઈને પૂછતા શિવમે આ બાળકી પોતાની બહેન હોવાનું અને તેણીને ગઈ તા.૧૬ જાન્યુઆરીએ પડી જતાં ઈજા થઈ હોય, કોઈ હોસ્પિટલમાં સારવાર અપાવી પ્લાસ્ટર મરાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

આ તરૃણના નિવેદનથી વહેમાયેલા બન્ને પોલીસ કર્મચારીઓએ શિવમને સાંત્વના આપી વધુ પૂછપરછ કરતા તેના જણાવ્યા મુજબ પિતા ચેતનભાઈ મુકુંદરાય કલ્યાણીએ કરેલા પ્રથમ લગ્નના પત્ની પૂજાબેનના પુત્ર શિવમને નેહલ નામની બહેન હોવાનું આ તરૃણે જણાવ્યું છે તે દરમ્યાન પૂજાબેનનું અવસાન થતા પિતા ચેતનભાઈએ થોડા વર્ષ પહેલા પરપ્રાંતમાં રહેતા શહેનાઝબેન ઉર્ફે રેખાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા.

આ લગ્નથી રેખાબેનને બે પુત્રી અવતરી હતી જેમાંની ઈશુબેન (ઉ.વ.૯) આજે મૃત્યુ પામેલી હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જમાદાર નારણભાઈએ આ બનાવ અંગે શંકા વ્યકત કરી તાત્કાલિક સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનને તેનાથી વાકેફ કરતા સિટી-સીના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. સકસેના તથા પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ઈશુબેનના મૃતદેહનો કબજો સંભાળી તેને પી.એમ. માટે ખસેડયો છે અને સાથે આવનાર શિવમ તથા ભરતભાઈની પૂછપરછ કરી છે જેમાં શિવમના જણાવ્યા મુજબ તેના નવા માતા રેખાબેન થોડા દિવસો પહેલા ઘરેથી ક્યાંક ચાલ્યા જતાં પિતા ચેતનભાઈએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરી હતી તે દરમ્યાન રેખાબેનનો પત્તો સાંપડતા ત્રણ-ચાર દિવસ પહેલા પોલીસ પાર્ટી સાથે પિતા ચેતનભાઈ રેખાબેનની તપાસ માટે બીજા પ્રાંતમાં ગયા છે.

ગઈરાત્રે ઘરમાં રહેલા ભાઈ-બહેન શિવમ તથા ઈશુબેન રાત્રિનું જમણ લીધા પછી સૂવા માટે ગયા હતા તે દરમ્યાન આજે સવારે સાડા પાંચેક વાગ્યે જે પલંગ પર ઈશુબેન સૂતા હતા તે પલંગ પરથી તેણી નીચે પડી ગયેલી જોવા મળતા ગભરાઈ ગયેલા શિવમે પોતાના સંબંધી ભરતભાઈને બહેન બેશુદ્ધ હાલતમાં પડી હોવાની જાણ કરતા મયુરનગરમાં રહેતા ભરતભાઈ તાત્કાલિક દોડી આવ્યા હતા. તેઓએ આ બાળકીના શ્વાસ ચેક કરતા તેણીના શ્વાસ બંધ હોવાનું જાણવા મળ્યું હતું આથી ભરતભાઈ તથા શિવમ ઈશુબેનને રિક્ષામાં લઈને જી.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ બનાવથી ચેતનભાઈ કલ્યાણીને વાકેફ કરવામાં આવ્યા છે જ્યારે પોલીસ હાલમાં આ બાળકીના મૃતદેહનો પી.એમ. રિપોર્ટ આવે તેનો ઈન્તેઝાર કરી રહી છે અને ગઈ તા.૧૬ના દિવસે આ બાળકીને જ્યારે ઈજા થઈ છે ત્યારે કઈ હોસ્પિટલમાં પ્લાસ્ટર લગાડવામાં આવ્યું અને તેણીના શરીર પર રહેલા ઈજાના અન્ય ચિન્હો કેવી રીતે આવ્યા? તે દિશામાં સઘન તપાસ ચાલી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00