૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

જામનગર જિલ્લા ૫ોલીસ તંત્રના બેતાલીસ કર્મચારીઓને બઢતીના આદેશ

જામનગર તા. ૧૩ઃ જામનગર જિલ્લા પોલીસ તંત્રમાં ફરજ બજાવતા એકત્રીસ અનાર્મ્ડ પોલીસ કર્મચારીઓ અને અગિયાર આર્મ્ડ પોલીસકર્મીઓને જિલ્લા પોલીસવડાએ તેઓની હાલના ફરજના સ્થળે જ બઢતી આપી છે જેમાં નવ અનાર્મ્ડ હે.કો.ને એએસઆઈની બઢતી મળી છે. જ્યારે બાવીસ પો.કો.ને હે.કો.ની જગ્યા પ્રાપ્ત થઈ છે. ઉપરાંત ચાર આર્મ્ડ હે.કો. એએસઆઈ બન્યા છે અને સાત આર્મ્ડ પો.કો.ને હે.કો.ની બઢતી આપવામાં આવી છે.

જામનગરના પોલીસબેડામાં ફરજ બજાવતા અને રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.રર-૭-ર૦૧૩ના પરિપત્ર તેમજ તા.ર૦-૬-૨૦૧૫ના પરિપત્રમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ બઢતી માટે નિયત સીસીસી પરીક્ષા પાસ કરી હોય તેમજ નિયત તારીખે જે કર્મચારીએ પચ્ચાસ વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય તેવા કર્મચારીઓને ગઈકાલે જામનગરના જિલ્લા પોલીસવડા પી.બી. સેજુળે તેઓના હાલના ફરજના સ્થળે જ બઢતી આપી છે.

જામનગરની લાંચ-રૃશ્વત વિરોધી શાખામાં અનાર્મ હેડ કોન્સ.ની ફરજ બજાવતા દીપક ધરમશીભાઈ ભાલાણીને ત્યાં જ એએસઆઈની બઢતી આપવામાં આવી છે. જ્યારે એબ્સકોન્ડર સ્કવોડમાં હે.કો.ની ફરજ બજાવતા હંસરાજભાઈ કરશનભાઈ વૈષ્નવ  એએસઆઈની નિયુક્તિ મળી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હે.કો. અબ્દુલરઝાક ઓસમાણ ખુરેશી, ઉમેશ જી. પંડયા, બેડી મરીન પોલીસ સ્ટેશનના દિલીપભાઈ એન. માખેલા, એમ.ઓ.બી.ના વિનોદભાઈ આર. ચિત્રોડા, માઉન્ટેડ યુનિટમાં ફરજ હે.કો.ની બજાવતા મહેન્દ્રસિંહ એન. જાડેજા તેમજ એલસીબીના દિનેશભાઈ બી. ગોહિલ તથા સિટી-સીના વિનોદભાઈ બી. ખીમસૂર્યાને એએસઆઈની બઢતી મળી છે.

આ ઉપરાંત જામનગરના પોલીસ તંત્રમાં અનાર્મ પો.કો.ની ફરજ બજાવતા મહંમદરફીક અબ્દુલસમદ શેખ (સિટી-બી ડિવિઝન), શક્તિસિંહ કે. જાડેજા (બેડી મરીન પોલીસ સ્ટેશન), મગનભાઈ જી. ભીમાણી (એસીબી), સુરેશ એચ. દવે (લાલપુર પો. સ્ટેશન), દશરથસિંહ એમ. જાડેજા (કાલાવડ શહેર પો. સ્ટેશન), નારણભાઈ કે. આંબલિયા (સિટી-એ), અશોકભાઈ જે. સિંહલા (સિટી-સી), પ્રિતેશ જે. વ્યાસ (જામજોધપુર), ચંદ્રસિંહ ટી. પરમાર (સિટી-એ), રમેશભાઈ આર. બાવળિયા (સિટી-સી), પ્રફુલ્લભાઈ એચ. પરમાર (પંચકોશી-એ), અમૃતલાલ એન. પરમાર (શેઠવડાળા), વનરાજભાઈ ડી. ઝાપડિયા (કાલાવડ ગ્રામ્ય), જીજ્ઞેશ આર. વાળા (જોડિયા), ઘનશ્યામભાઈ ડેરવાળિયા (એસઓજી), રાજેશ ડી. વેગડ (સિટી-બી), સંજય બી. બોરિયા (જામજોધપુર), ખુમાનસિંહ પી. સોઢા (મેઘપર), યુનુસ એન. નોયડા (સિટી-બી), નરેશ એન. પરમાર (સિટી-સી), વિરેન્દ્રસિંહ પી. સોઢા (સિટી-બી) તથા યુવરાજસિંહ જે. ગોહિલ (સિટી-બી)ને અનાર્મ હેડ કોન્સ્ટેબલના પ્રમોશન આપવામાં આવ્યા છે.

જામનગરના જિલ્લા પોલીસ દળમાં આર્મ્ડ હે.કો.ની ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જીવાજી રાઠોડ (કેમલ યુનિટ), જયંતિલાલ બી. ચૌહાણ (હેડ કવાર્ટર), કાંતિલાલ ડી. સંતોકી (ધ્રોલ) તેમજ સુખદેવ આર. શિલુ (હેડ કવાર્ટર)ને આર્મ્ડ એએસઆઈ તરીકે અને પોલીસ હેડ કવાર્ટરમાં પો.કો.ની ફરજ બજાવતા રાજેશ જે. ભટ્ટ, અનિલ કે. બેડીસ્કર, રજનીકાંત વી. રામાવત, કિશોર આર. દવે, હરગોવિંદ એમ. નકુમ, અશોક કે. પવાર તથા જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા અરવિંદ પી. ત્રિવેદીને આર્મ્ડ હે.કો.ની બઢતી આપવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00