દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જામનગરમાં પિતા-પુત્ર પર તલવાર-છરી વડે સરાજાહેર હુમલો

જામનગર તા.૮ ઃ જામનગરના બેડેશ્વર રોડ પર આવેલા ખોળમીલના ઢાળિયા પાસે ગઈકાલે બપોરે બાઈક પર જતાં એક પિતા-પુત્રને તેમના વેવાઈ પક્ષના સાત શખ્સોએ આંતરી પૂર્વયોજિત કાવતરાના ભાગરૃપે તલવાર, છરી, પાઈપ વડે હુમલો કરી તેઓની હત્યાનો પ્રયાસ કર્યાે હતો. સરાજાહેર ભરબપોરે થયેલા આ હુમલાની જાણ થતા ટોળા ઉમટયા હતા અને ઈજાગ્રસ્તના માતા દોડી આવ્યા હતા. તેઓને પણ તલવારના ઘા ઝીંકવામાં આવ્યા છે. આ બબાલ સર્જી સાતેય આરોપીઓ નાસી ગયા છે. આ હુમલો અદાલતમાં ચાલતા ભરણપોષણના કેસના મામલે કરવામાં આવ્યો હતો.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી કાપડ મીલની ચાલી નજીકના ધરારનગર-૧માં વસવાટ કરતા અસરફ અબ્દુલભાઈ સમા નામના યુવાનના નિકાહ થોડા વર્ષ પહેલા અનવર ઈસ્માઈલ નામના શખ્સના પુત્રી નઝમાબેન સાથે થયા હતા ત્યાર પછી આ દંપતી વચ્ચે કોઈ બાબતે વિખવાદ થતા નઝમાબેન રિસામણે ચાલ્યા ગયા હતા જ્યાંથી તેઓએ ભરણપોષણ મેળવવા માટે પતિ વિરૃધ્ધ અદાલતમાં કેસ કર્યાે હતો.

આ કેસની મુદ્દત ગઈકાલે આવી હોય તેમાં હાજર થવા માટે ગઈકાલે સવારે અસરફ સમા તથા તેમના પિતા અબ્દુલભાઈ ઈબ્રાહીમભાઈ સમા ગયા હતા. આ પિતા-પુત્ર ગઈકાલે બપોરે બેએક વાગ્યે જ્યારે અદાલતની મુદ્દતનું કામ પૂર્ણ કરી પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યા અને ધરારનગર-૧ નજીક આવેલા નાલા પાસે પહોંચ્યા ત્યારે અચાનક ધસી આવેલા સાત શખ્સોએ તેમના પર સરાજાહેર તલવાર, છરી, પાઈપ વડે હુમલો કર્યાે હતો.

આ પિતા-પુત્ર પર અસરફના સસરા અનવર ઈસ્માઈલ, તાલબ ઈસ્માઈલ, બશીર ઈસ્માઈલ, અનવરના મામા જુસબ, જાવિદ જુસબ, શકીલ જુસબ તથા ઈમ્તિયાઝ જુસબે અગાઉથી નક્કી કર્યું હોય તે રીતે ઉપરોક્ત હથિયારો સાથે અસરફ તથા તેના પિતા અબ્દુલભાઈને ઘેરી લઈ આડેધડ ઘા ઝીંકવાનું શરૃ કર્યું હતું જેની અસરફના માતા રશીદાબેનને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને તેઓ પતિ, પુત્રને બચાવવા માટે વચ્ચે પડયા હતા જેમાં તેણીને પણ બન્ને હાથમાં તલવારના ઘા વાગ્યા છે. પિતા-પુત્ર અસરફ અને અબ્દુલભાઈને જીવલેણ ઈજાઓ પહોંચાડી સાતેય શખ્સો સ્થળ પરથી રફૂચક્કર થઈ ગયા હતા. જ્યારે ભરબપોરે જાહેરમાં આ પ્રકારે ઘાતક હુમલો થતા તે સ્થળે ટોળું એકઠું થઈ ગયું હતું જેમાંથી કોઈએ પોલીસ તથા ૧૦૮ને જાણ કરતા બન્ને દોડી આવ્યા હતા. પોલીસે ઈજાગ્રસ્તોને જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર નારણભાઈ લૈયા તથા મગનભાઈએ અસરફનું નિવેદન નોંધ્યું હતું ત્યાર પછી સિટી-બીના પીઆઈ આર.જી. જાડેજાએ અસરફ સમાની ફરિયાદ પરથી સાતેય આરોપીઓ સામે આઈપીસી ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦ (બી), જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે અને આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00