દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

દ્વારકા જિલ્લાના ખેડૂતો પીઠ પર મગફળીની ગુણી ઉંચકીને કલેકટર કચેરીએ પહોેંચ્યા !

ખંભાળીયા તા. ૮ઃ સરકારે ટેકાનાભાવે મગફળી ખરીદીની જાહેરાત કરવા છતાં તે અંગેની કોઈ વ્યવસ્થા નહીં થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો મગફળીનું ટ્રેકટર લઈને કલેકટર કચેરીએ પહોંચ્યા હતાં અને પીઠ પર મગફળીની ગુણી લઈને અધિકારીઓ સમક્ષ પહોંચી જતા દોડધામ મચી ગઈ હતી. પૂર્વ કૃષિ મંત્રીએ આપેલા વચનમાંથી ચૂંટણી પછી રાજય સરકાર ફરી જતાં ખેડૂતોમાં આક્રોશ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી ના થતાં ખેડૂતોને પડતી ભારે હાલાકી તથા ઢગલો માલ છતાં ખરીદીના થતાં તાજેતરમાં દેવભૂમિ જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિના પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ કલ્યાણપુરના દેવરિયા ગામે ખેત જણસોની હોળી કરીને હોળીના તહેવારોમાં વિરોધ વ્યક્ત કર્યાે હતો જે પછી સરકારે એક લાખ ટન મગફળી ખરીદવાનું જાહેર કર્યું પણ આ અંગે કોઈ વ્યવસ્થા ના થતાં ગઈકાલે ટ્રેકટર ભરીને મગફળી જિલ્લા કલેકટર કચેરીએ લઈ જઈને ખેડૂતોએ માથે ગુણી ઉપાડી સેવા સદનમાં પહોંચ્યા હતાં અને અમારે આ મગફળી નું શું કરવું...? કેમ વેચવી...? તેવા સવાલો કરીને અધિકારી તથા તંત્રને પણ દોડતું કરી દીધું હતું તથા કચેરીમાં બેસીને માંડવી ખાઈને નારા ગજાવ્યા હતાં તથા આંદોલનની ચીમકી સાથે આવેદનપત્ર આપ્યું હતું.

સરકારના અણધડ વહીવટ અને ભ્રષ્ટાચારી નિર્ણયોની તપાસ કરવા તથા ફેર વિચારણા કરીને ખેડૂતોને ન્યાય આપવાની માંગ સાથે આવેદનપત્રમાં જણાવાયું હતું કે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનું નાટક શરૃ થયું જેમાં ૩૩ લાખ ટન મગફળીના ઉત્પાદન (વાસ્તવિકતા પ૦ લાખ ટન)ની સામે માંડ આઠ ટન મગફળી ટેકાના ભાવે ખરીદી થઈ છે...!

ચૂંટણી સમયે દેવભૂમિ જિલ્લામાં કૃષિમંત્રી ચીમનભાઈ શાપરીયાએ જાહેરમાં કહેલ કે ૩૧ માર્ચ સુધી ખેડૂતોના ઘરે એકમણ મગફળી હશે ત્યાં સુધી ખરીદી ચાલુ રહેશે...! પણ ચૂંટણી પતી પછી આ વચન વિસરાઈ ગયું. અને નવી સરકાર આ વચનને ઘોળીને પછી ગઈ. પ૦ લાખ ટન ઉત્પાદન સામે માંડ આઠ લાખ ટનની ખરીદી થઈ...! અભણ ખેડૂતો સામે દગો અને આ છેતરપિંડી કરી છે...! જે મગફળીની ખરીદી પણ તેમાં પણ લાગવગ, સગાવાદ, ભ્રષ્ટાચાર થયો જે બાબતે ખેડૂત હિત રક્ષક સમિતિએ અનેક આવેદનો આપ્યા પણ કંઈ પગલા ન લેવાયા...!

ભૂતકાળના કડવા અનુભવોમાંથી બોધપાઠ લઈ નવા આયોજન સાથે નવા નિયમો સાથે એક લાખ ટન મગફળી ખરીદવાની જાહેરાત કરાઈ પણ તેમાં પણ સ્થિતિ ઠેરની ઠેર છે.

સરકારે પાંચ માર્ચથી નવ માર્ચ સુધી ૧૧૦ ટેકાના કેન્દ્રોપરથી એક લાખ ટન મગફળી ખરીદવાની જાહેરાત કરી છે. અને રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતોને મેસેજ મલતા તેઓ બે દિવસથી તેમને ફાળવેલા કેન્દ્રો પર મગફળી લઈને ફરે છે પણ કેન્દ્ર બંધ છે...! સંચાલકો પણ ત્યાં ઉપસ્થિત નથી, તેઓને વેચાણ ખરીદીની કંઈ જાણ જ નથી ખેડૂતો ક્યાં મગફળી વેચવા જાય...? એક જ ખેડૂતને એક દિ ભાણવડ કેન્દ્ર પર મગફળી વેચવા જવાનું કહેવાય બીજા દિવસે ભાટીયા કેન્દ્ર પર જવાનો મેસેજ આવે ખેડૂત ક્યાં જાય...? વળી ભાણવડ ના ખેડૂતોને ૮૦ કિ.મી. દુર ભાટીયા વેચવા જવાનો આદેશ કરેલો યોગ્ય ગણાય...? છેલ્લે જ્યારે બંધ કરવાનો હુકમ આવ્યો તેના આગલા દિવસે જેનો વારો હતો તેવા ખેડૂતોની મગફળી ભાટીયા યાર્ડમાં ખુલ્લામાં બે-બે માસથી પડી છે રોજ તેમાં સડો થાય ટાઢ તડકો લાગે નુકસાની થાય કોની જવાબદારી...? આની ખરીદી હવે કોણ કરશે...?

મગફળીની ખરીદી બંધ કરવામાં આવી તે પહેલા હજારો ખેડૂતોને અગાઉથી ટોકન આપીને પરોક્ષ રીતે પ્રતિક્ષા યાદી જેવું તૈયાર કરવામાં આવેલું હતું! હવે કોથળામાંથી બિલાડું નીકળે તેમ આવા ખેડૂતોના નામો જ મેસેજમાં નથી આવ્યા દિવસોથી ટોકન મેળવીને પોતાના વારાની રાહ જુએ છે. પ્રતિક્ષાયાદી વાળા રાહ જોતા રહ્યા અને લાગવગ વાળા બારોબારથી મેસેજમાં આવી ગયા. અગાઉ જેમણે ત્રણ-ત્રણ માસ પહેલા મગફળી વેચી હતી તેવા ખેડૂતો પાસેથી ૩ માસ પહેલા માલ લઈ લીધા છતાં હજુ પૈસા ચુકવાયા નથી. સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદે છે કે વગર પૈસે મગફળી લઈને ટેકો લ્યે છે...? જિલ્લા કલેકટરને ખેડૂતોએ અને રાજય સરકારને જોડતી કડી તરીકે ક્યાં મગફળી વેચવા જવું તેનો ન્યાયિક રસ્તો કાઢી આપવાની માંગ કરી હતી સરકારના અગધડ તઘલઘી અને ભ્રષ્ટાચાર મુક્ત નિયમોનો ભોગ બિચારા ખેડૂત બની રહ્યા હોય ન્યાયની માંગ કરી હતી.

તા. પ-૩ થી તા. ૯-૩ સુધી ખરીદી કરવાની છે પણ તા. ૭-૩-૧૮ના હજુ ખરીદી જ શરૃ થઈ નથી તો પ-૬ માર્ચ ના આદેશના મેસેજ મળ્યા હોય તે શું કરે...? જો ખેડૂતોના આ પ્રશ્ને ન્યાયિક ઉકેલ નહીં આવે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે.

પાલભાઈ આંબલિયા સાથે ખેડૂત આગેવાનો લખુ રામશી ગોજીયા, ભાયા અરજણ છુછર, રણછોડ ભીખા, સવદાસ માડમ, કાના હમીર ભાદરકા, જેઠા ભીમશી, કરશન સામત કણઝારીયા, કલા ગોવીંદ સોનગરા, સાજણ મુળુ ચેતરિયા, પાલા મારખી કરમુર, ડાડુ રામદે આંબલિયા, પુરીબેન ડાડુ, રમેશ કણઝારિયા વિગેરે પણ જોડાયા હતાં. આવેદન પત્ર સાથે ખેડૂતોના ટોળાં મગફળીની ગુણી ઉપાડીને જતાં તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00