દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

હવે વીડિયોકોનનું બેંકીંગ કૌભાંડઃ વેણુગોપાલ ભાગી ગયા?

નવી દિલ્હી તા. ૮ઃ વીડિયોકોનની બેંકરપ્સી સામે છ બેંકોએ સીબીઆઈમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી દીધી છે. સીબીઆઈમાં ચાલી રહેલા ઘટનાક્રમની ગંધ આવતા વીએન ધૂત વિદેશ ભાગી ગયા હોવાની આશંકા ઊભી થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ બેંકોએ સીબીઆઈને વીડિયોકોન સંબંધી બેંક ફ્રોડની આશંકા વ્યક્ત કર્યા પછી સીબીઆઈએ આજે સવારે તમામ અધિકારીઓને સ્ટેટમેન્ટ રેકર્ડ કરવા બોલાવ્યા હતાં. સીબીઆઈના સરકારી વકીલની ડ્યુટી આઠ વાગ્યે પૂરી થઈ જાય છે એટલે એફઆઈઆરની પ્રોસિજર ગુરુવાર પર ગઈ છે. પ્રારંભિક માહિતી અનુસાર વીડિયોકોન ગ્રુપના વડા વેણુગોપાલ ધૂત ભારત છોડીને ભાગી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

પીએસયુ બેંકોના વીડિયોકોન ઈન્ડસ્ટ્રી પાસેના કુલ રૃા. ૩૮,૦૦૦ કરોડના લેણાની સાથે વીડિયોકોન જુથ પર રૃપિયા ૪પ,૦૦૦ કરોડનુું દેવું છે અને તેની વ્યાજની બાકી રકમ રૃપિયા ૮,૦૦૦ કરોડની આસપાસ છે એટલે કે આશરે પ૩,૦૦૦ કરોડનું દેવું વીડિયોકોન ગ્રુપની બેલેન્સશીટ પર છે. ઓએનજીસીએ આપેલા ૧૩,૦૦૦ કરોડ ક્યાં ગયા તેવો સવાલ ઊઠી રહ્યો છે. જૂન ર૦૧૩ માં સરકારી કંપની ઓએનજીસી સબસિડયરી ઓવીએલ એ અને ઓઈલ વીડિયોકોન ઈન્ડસ્ટ્રી પાસેથી મોઝાંબિલ ગેસ ફિલ્ડનો ૧૦ ટકા હિસ્સો ર.પ અબજ ડોલર (૧૩,૬૦૦ કરોડ) માં ખરીદ્યો હતો. ઓએનજીસી વિદેશ નિગમ લિમિટેડ અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડના ૬૦ થી ૪૦ ના જોઈન્ટ વેન્ચર થકી વીડિયોકોન મોરિશિયસ એનર્જી લિમિટેડ પાસેથી ૧૦૦ ટકા સ્ટેક ર.૪૭પ અબજ ડોલરમાં ખરીદવા કરાર કર્યા હતાં, જો કે આ ડીલ વિશે માર્કેટ એક્સપર્ટસમાં મતમતાંતર જોવા મળ્યો હતો. આ નવા કૌભાંડે ચર્ચા જગાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00