નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

પાંચ આતંકીઓ કાશ્મીરની સરહદેથી ભારતમાં ઘૂસ્યાઃ સઘન શોધખોળ

શ્રીનગર તા. ૧૬ઃ પાંચ આતંકીઓ કાશ્મીરની સરહદેથી ભારતમાં ઘૂસી ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

બીએસએફના મહાનિર્દેશક કે.કે. શર્માએ જણાવ્યું છે કે, જમ્મુ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સીમા પર સુરંગ દ્વારા પાંચ આતંકીઓ ભારતીય સીમામાં ઘૂસવામાં સફળ થઈ ગયા છે. પાક. સેનાની ગોળીબારમાં શહીદ થયેલા એક બીએસએફ જવાનને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી શર્માએ આતંકીઓના ભારતીય સીમામાં ઘૂસવાની જાણકારી આપી હતી.

તેમણે જણાવ્યું કે સીમા પર ચારેય ખૂણે તપાસ ચાલુ છે અને જેવી તેમની ભાળ મળી કે તેમનો ખાત્મો બોલાવી દેવામાં આવશે, જો કે અત્યાર સુધી એક પણ સુરંગનો ખુલાસો થયો નથી, પરંતુ બીએસએફના જવાનો પોતાનું કામ જોરશોરથી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આપણું વિરોધી પાડોશી છે અને દર વર્ષે પાક.ની લણણીની સિઝનમાં ગોળીબારી કરવામાં આવે છે. તે હંમેશાં ઘૂસણખોરીની ફિરાકમાં રહે છે અને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરે છે, પરંતુ આપણા જવાન તેમને જોરદાર જવાબ આપે છે. હું વિશ્વાસ અપાવું છું કે ભારતીય જવાનનું બલિદાન બેકાર નહીં જાય.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00