તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

અગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં રમણસિંહના પુત્ર સાથે તપાસની માંગણી સુપ્રિમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી તા. ૧૩ઃ અગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહના પુત્રે લાંચ લીધી હોવાના આરોપો સાથે તપાસની માંગણી કરતી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે.

સુપ્રિમ કોર્ટે અગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદામાં લાંચના આરોપવાળી અરજી રદ્દ કરી દીધી છે. કોર્ટના આ નિર્ણયથી છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહના દીકરાને મોટી રાહત મળી છે. રમણસિંહના દીકરા અભિષેકસિંહ પર ૩૬૦૦ કરોડ રૃપિયાના ત્રણ વીવીઆઈપી હેલિકોપ્ટરના આ સોદામાં લાંચનો આરોપ હતો. આ સંબંધમાં એક અરજી કરાઈ હતી. તેના પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન જસ્ટિસ આદર્શ ગોયલ અને જસ્ટિસ ઉદય લલિતની કોર્ટે કહ્યું કે, અરજી રદ્દ કરી દેવામાં આવી છે, કારણ કે તેમાં કોઈ તથ્ય નથી.

કેસની સુનાવણી દરમિયાન છત્તીસગઢ સરકારને પૂછવામાં આવ્યું હતું કે આ સોદામાં મુખ્યમંત્રી રમણસિંહના દીકરાને કેમ રસ હતો...? એટલું જ નહીં તેની સાથે જ કથિત રીતે મુખ્યમંત્રીના દીકરા સાથે જોડાયેલ વિદેશી બેંક ખાતા પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતાં.

રાજ્ય તરફથી રજૂ થયેલી વકીલ મહેશ જેઠમલાણીને બેન્ચે પૂછ્યું હતું કે, અભિષેક સિંહ જે રાજ્યમાં મુખ્યમંત્રીના દીકરા પણ છે તેમાં તેમને રસ કેમ હતો...? તમારે અમને એ વાત પર સંતુષ્ટ કરવાના છે. જેના પર જેઠમલાણીએ જવાબ આપ્યો હતો કે આરોપ નિરાધાર કટાક્ષ છે. આ પ્રકારના દાવાના પક્ષમાં કોઈ પૂરતા પ્રમાણે નથી. તેમણે કોર્ટને કહ્યું હતું કે, અરજીમાં લગાવેલા તમામ આરોપ બેબુનિયાદ છે.

અરજદારોએ આરોપ મૂક્યો હતો કે, જુલાઈ-ર૦૦૮ માં અભિષેક સિંહના નામ પર બ્રિટિશ વર્જિન આઈલેન્ડમાં બેંક ખાતું ખોલ્યું હતું. ઓગસ્ટા-ર૦૦૮ ના રોજ સોદામાં સંલિપ્ત એક ફર્મને ઘેરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતીય વાયુસેનાને ૧ર એડબલ્યુ-૧૦૧ વીવીઆઈપી હેલિકોપ્ટર પૂરા પાડવા માટે ફિનમેકેનિકાની બ્રિટિશ સહાયક કંપની અગસ્ટા વેસ્ટલેન્ડની સાથે જાન્યુઆરી-ર૦૧૪ માં કરાર પૂરો થઈ ગયો છે. નિવિદાની શરતોનું ઉલ્લંઘન અને સોદો સુનિશ્ચિત કરવા માટે કંપની તરફથી લાંચ આપવાના આરોપ પર આ કરાર રદ્દ કરાયો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00