ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

જામનગર મહાનગરપાલિકાને નર્મદાના નીર મોંઘા પડ્યા ઃ નર્મદા નિગમનું રૃા. ૧૩૭ કરોડનું દેવું...!

જામનગર તા. ૧૧ઃ જામનગર મહાનગરપાલિકાના માથે ફક્ત પાણી વેરાનું ૧૩૭ કરોડનું દેવું છે. આટલું મોટું દેણું મહાનગરપાલિકા ક્યારે ચૂકવી શકશે તે મસમોટો પ્રશ્ન છે. જોકે, આ કુલ રકમમાં વ્યાજ, પેનલ્ટીનો પણ સમાવશે થાય છે.

છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, છતાં આજે પણ એકાંતરા જ પાણી વિતરણ થાય છે.

જ્યારે વાયદા તો દૈનિક પાણી વિતરણ થાય છે, પરંતુ દૈનિક પાણી આપવામાં આવતું નથી. જામનગરમાં જરૃરિયાત પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા નર્મદાના પાણીનો જથ્થો મેળવવામાં આવે છે, પરંતુ આ પાણી મહાનગરપાલિકાને મફત મળતું નથી, પરંતુ પ્રતિ એક હજાર લીટરનો રૃા. ૬ નો ચાર્જ ચૂકવવો પડે છે.

દૈનિક રપ એમએલડી સુધી પાણી આપવા નર્મદા નિગમ અને મહાનગરપાલિકા વચ્ચે કરાર થયા છે. પરંતુ જામનગરમાં સ્થાનિક જળાશયોમાં પુરતા પાણીનો જથ્થો નહીં હોવાથી હાલ નર્મદાનું ૪પ એમએલડી પાણી મેળવવામાં આવે છે. હવે કરાર કરતા વધુ પાણી મેળવવામાં આવે તો ડબલ ચાર્જ વસુલવામાં આવે છે.

આ તમામ બાબતો ૫છી પણ પાણી પુરવઠા બોર્ડને ૧૩૭ કરોડની માતબર રકમ ચૂકવવાની થાય છે, પરંતુ આ બોજ મહાનગરપાલિકા વહન કરી શકે તેમ નથી.

જોકે, મહાપાલિકાના અધિકારીના જણાવ્યા પ્રમાણે ૧૩૭ કરોડની આ જવાબદારીમાં પેનલ્ટી વ્યાજ વગેરેનો પણ સમાવેશ થાય છે, જે વધારાની રકમ ચૂકવવામાં રાહત મળી શકે છે. બીજી તરફ તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાએ ૯પ લાખની રકમ પાણી પુરવઠા બોર્ડને ચૂકવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00