બિહારમાં સ્કૂલથી ૫રત આવી રહેલા બાળકોને કારે કચડયાઃ ૯ બાળકોના મૃત્યુ / મોદીની પર૩ કરોડની ર૧ પ્રોપર્ટી કરાઈ જપ્ત ઃ કુલ ૬૯૩૯ કરોડની કરાઈ જપ્તી / વેરાવળમાં દલિત યુવાનને જીવતો સળગાવવા ૪ શખ્સોએ કર્યાે પ્રયાસ / અફઘાનિસ્તાનમાં સૈન્ય કેમ્પ પર હુમલામાં ૧૮ સૈનિકો અને ર૩ નાગરિકોના નિપજયાં મૃત્યુ /

નવનિર્મિત શેઠ શ્રી ગીરધરલાલ હરિદાસ પાબારી હોલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન

ખંભાળિયા તા. ૯ઃ દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં પોર ગેઈટ પાસેની એસએનડીટી હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં સંસ્કાર એજ્યકેશન ટ્રસ્ટના ઉપક્રમે તા. ૧૬-૦ર-ર૦૧૮ ને શુક્રવારે સવારે ૧૦ થી બપોરે ૧૧.૩૦ દરમિયાન નવનિર્મિત શેઠ શ્રી ગીરધરલાલ હરિદાસ પાબારી હોલના ઉદ્ઘાટનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉદ્ઘાટન કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તા. ૧પ.ર.ર૦૧૮ ને ગુરુવારે સાંજે ૬ થી ૮.૩૦ દરમિયાન ખંભાળિયાના ગાયત્રી ગરબા મંડળ દ્વારા શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે તેમજ રાત્રે ૮.૩૦ કલાકે ભોજન સમારંભ યોજાશે.

તા. ૧૬.ર.ર૦૧૮ ને શુક્રવારે સવારે ૧૦ કલાકે નવનિર્મિત શેઠ શ્રી ગીરધરલાલ હરિદાસ પાબારી હોલનું અનસુયાબેન ગીરધરલાલ પાબારીના હસ્તે ઉદ્ઘાટન થશે તેમજ હોલના શિલાલેખનું અનાવરણ શ્રુતિબેન સોઢાના હસ્તે થશે. સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ દરમિયાન સંસ્થાના ટ્રસ્ટીગણ તેમજ દાતા પરિવારોના પ્રાસંગિક વક્તવ્યનો કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમના અંતિમ ચરણમાં બપોરે ૧ર કલાકે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભોજન સમારંભ યોજાશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00