ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

શિક્ષકો, બાળકોને સંવેદનયુક્ત તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે

ખંભાળિયા તા. ૯ઃ ભોજદે ગીર સાસણમાં રાજ્ય આચાર્ય સંઘનું ૩૯ મું રાજ્ય અધિવેશન ખુલ્લું મૂકતા રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આચાર્યોને સંવેદનાયુક્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ બાળકોને આપવાની વાત કરી હતી.

તેમણે વધુમાં જણાવેલ કે હાલ વિદ્યાર્થીઓમાં આપઘાત તથા નિરાશાનું પ્રમાણ વધતું જતું હોય, શિક્ષકોએ સંવેદનાનું શિક્ષણ આપીને વિદ્યાર્થીઓમાં હતાશા, નિરાશા અને આપઘાતના પ્રમાણ ઘટાડવા હાંકલ કરી હતી. તેમણે આચાર્યોને મારા પરિવારજનોનું લાગતી સભર સંબોધન કર્યું હતું તથા જણાવેલ કે ગત્ પ્રધાન મંડળના મારા પાંચ વર્ષ શિક્ષકોના પ્શ્રશ્નો હલ કરવામાં ચાલ્યા ગયા હવે હું ગુણવત્તા શિક્ષણના માટે સતત પ્રયત્નશીલ છું.

ર૦૦૮ થી એન.સી.આર.ટી.ના અભ્યાસક્રમનું આયોજન થતું હતું હવે ર૦૧૮ થી તે મુજબ થવા અભ્યાસક્રમ ક્રમશઃ અમલી થશે તેની વાત કરી હતી તથા ૧૬.ર.ર૦૧૮ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માનસિક તનાવ વિદ્યાથીઓમાં ઘટે તે માટે વક્તવ્ય આપનાર હોવાનું જણાવ્યું હતું. સામાજિક સમરસતાની વાત કરી હતી તથા તેમની કેન્દ્રમાં રજૂઆત કરાતા સમગ્ર દેશમાં ધો. પાંચ અને ધો. આઠમાં ફરજિયાત પરીક્ષા યોજાઈ હતી.

કાર્યક્રમમાં બોલતા બ્રહ્મચર્યાશ્રમ ગોતરકાના સંત નિજાનંદ બાપુએ હળવી કટાક્ષમય શૈલીમાં જણાવ્યું હતું કે આજના શિક્ષણમાં પરિપત્રો કેન્દ્રરૃપ થયા છે ખરેખર શિક્ષણ હોવું જોઈએ તથા રાજાઓ પણ આગળના જમાનામાં શિક્ષકોને મળીને રજૂઆતો કરતા.

જાણીતા વકતા જય વસાવડાએ પણ તેમની આગવી શૈલીમાં પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું તથા આર.ટી.ઈ.ની નવી વ્યાખ્યા સમજાવીને રીડીંગ ટીચીંગની નવી મેથડ અપનાવવા ઉદાહરણો સાથે સમજુતિ આપી હતી.

કાર્યક્રમમાં બોલતા સંચાલક મંડળના પ્રમુખ નારણભાઈ પટેલે શાળાઓના પ્રશ્નો શિક્ષકોની ખાલી જગ્યા પરિણામ આધારીત ગ્રાન્ટનિધિ વિ. અંગે રજૂઆતો કરી હતી તથા રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ પ્રવિણસિંહ સોલંકીએ પ્રશ્નોની છણાવટ સાથે સ્વાગત પ્રવચન કર્યું હતું.

રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી જયંતિલાલ માંગરોળિયા, શિક્ષક સંઘ પ્રમુખ પંકજભાઈ પટેલ, બોર્ડના સદસ્યો ભરતભાઈ ચૌધરી, ભાનુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ વાઢેર, ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ, ભોજદેના સરપંચ ઉકાભાઈ, જિ.પં. સદસ્ય શ્રી બારડ, દેવાયતભાઈ વાઢેર, કનુભાઈ સોરઠિયા, શૈલેષ વોરા, ધારાસભ્ય આચાર્ય અજીતસિંહ ચૌહાણ, કાર્યાલય મંત્રી એમ.એચ. અણદાણી, રાજ્ય ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજા તથા દ્વારકા જિલ્લામાંથી જગમાલ ભેટારિયા, પ્રજ્ઞાબેન આહિર, ડો. રમેશભાઈ ભટ્ટ, શિહોરા જોડાયા હતાં.

કાર્યક્રમમાં મૃત્યુ પામનાર આચાર્યો તથા સંચાલક મંડળના પ્રમુખ અંબુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી તથા રાજ્ય આચાર્ય સંઘના પુસ્તકનું વિમોચન પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે થયું હતું.

તાજેતરમાં બોર્ડ દ્વારા ધો. ૧૦-૧ર બોર્ડ પરીક્ષાના સંચાલકોને સોગંદનામા કરાવવા જણાવેલ. વિવાદી પરિપત્રનો ઉલ્લેખ કરતા શિક્ષણ મંત્રીએ આ ઘરની વાત શા માટે છાપા સુધી લઈ ગયા તેમ કહી પ્રશ્ન પતાવવાની વાત કરી હતી. વેરાવળના ભૂપેન્દ્રભાઈ જોષી તથા રાજકોટના કિન્નરીબા હરદેવસિંહ જાડેજાએ સફળ સંચાલન કરાયું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00