ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

જામનગરમાં અવાવરૃ ઈમારતમાંથી લોહી લુહાણ પ્રૌઢ દોડી આવ્યા, ક્ષણોમાં જ મૃત્યુ

જામનગર તા.૧૬ ઃ જામનગરની હરિયા કોલેજની સામી એક ઈમારતમાંથી ગઈ મોડીરાત્રે એક ઘવાયેલા પ્રૌઢ બહાર દોડી આવ્યા પછી ગણતરીની મિનિટોમાં મૃત્યુ પામ્યા છે. આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી ગયો છે. આ પ્રૌઢ પર તે ઈમારતમાં જીવલેણ હુમલો થયો હોવાની આંશકા સેવાઈ રહી છે.

જામનગરના જનતા ફાટકથી ગોકુલનગર તરફ જવાના માર્ગ પર આવેલી હરિયા કોલેજ સામે લાંબા સમયથી બંધ પડેલા એક અધૂરા બાંધકામના સ્થળે ગઈરાત્રે ત્રણેક વાગ્યે પિસ્તાલીસેક વર્ષની વયના પ્રૌઢ તે બિલ્ડીંગમાંથી અત્યંત ઘવાયેલી હાલતમાં અને લોહીલુહાણ બની બહાર દોડી આવ્યા હતા.

આ પ્રૌઢે નજીકમાં આવેલી અને ચોવીસેય કલાક ખૂલી રહેતી સિદ્ધનાથ હોટલ પાસે ગેન્ડીમાંથી ગ્લાસ ભરી પાણી પીવાનો પ્રયાસ કર્યાે હતો. આ વેળાએ હોટલ પાસે હાજર વ્યક્તિઓએ નજીક દોડી આવી તે પ્રૌઢને શું થયું? તેમ પૂછયું હતું, પરંતુ ધીમે ધીમે બેહોશી તરફ ઘસડાતા આ પ્રૌઢ પોતાનું નામ માતંગભાઈ હોવાનું જણાવી ઢળી પડયા હતા. આથી હાજર લોકોએ ૧૦૮ને કોલ કર્યાે હતો. એમ્બ્યુલન્સ સ્થળે દોડી આવ્યા પછી તેમાં હાજર પાયલોટ અને અન્ય સ્ટાફે ઘવાયેલા પ્રૌઢને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરી હતી પરંતુ માર્ગમાં જ તે પ્રૌઢનું પ્રાણપંખેરૃ ઉડી ગયું હતું આથી પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણના પગલે દોડી આવેલા સિટી-સીના પીએસઆઈ જી.જે. ગામીતે મૃતદેહને પી.એમ. માટે ખસેડી બનાવની વિગતો મેળવવાનું શરૃ કરતા આ પ્રૌઢને બન્ને પગ તેમજ માથામાં ગંભીર ઈજા જોવા મળી છે. આ પ્રૌઢ આટલી મોડીરાત્રે અવાવરૃ ઈમારતમાં શું કરતા હતા તે પ્રશ્ન હાલમાં અનુત્તર રહેવા પામ્યો છે ત્યારે પીએસઆઈ ગામીતે તે ઈમારતમાં જોવા મળેલા લોહીના ડાઘા વગેરે માટે એફએસએલની મદદ મેળવી છે. આ પ્રૌઢ પર તે ઈમારતમાં જીવલેણ હુમલો થયાની આશંકા સેવાઈ રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00