ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

કાલાવડના લલોઈમાં બંધ મકાનમાં તસ્કર ત્રાટક્યાઃ રૃા.૧૭૫૦૦ની ચોરી

જામનગર તા.૧૬ ઃ કાલાવડના લલોઈ ગામના એક ખેડૂત પોતાનું મકાન બંધ કરી બહારગામ ગયા પછી પાછળથી ત્રાટકેલા તસ્કરે કબાટમાંથી રૃા.૧૭પ૦૦ની રકમ ચોરી કર્યાની પોલીસને જાણ કરાઈ છે.

કાલાવડ તાલુકાના લલોઈ ગામમાં રહેતા ખેડૂત ઓધવજીભાઈ મોહનભાઈ હિરપરા (ઉ.વ.પ૦) ગયા શુક્રવારે પોતાના પરિવાર સાથે બહારગામ ગયા હતા ત્યારે પાછળથી તેઓના મકાનમાં કોઈ તસ્કર ત્રાટક્યા હતા.

તસ્કરોએ આ મકાનમાં પ્રવેશ કર્યા પછી ઓધવજીભાઈના શયનખંડનું તાળું પોતાની પાસે રહેલી ચાવી વડે ખોલી નાખી તેમાં ખાંખાખોળા કર્યા પછી શયનખંડના કબાટની કાંધીમાંથી ચાવી શોધી કાઢી હતી ત્યાર પછી તસ્કરો કબાટ ખોલી અંદરથી રૃા.૧૭૫૦૦ની રોકડ રકમ ચોરી છનનન થઈ ગયા હતા. આ બાબતની ગઈકાલે પરત આવેલા ઓધવજીભાઈને જાણ થતા તેઓએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રોબે. પીએસઆઈ એસ.વી. સામાણીએ આઈપીસી ૩૮૦, ૪૫૪, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00