ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

જામનગરમાં આજે રાત્રે પારિવારિક નાટકઃ 'એક ચતૂર નાર ભારે હોશિયાર'

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં આર.આર. ગ્રુપના ઉપક્રમે નગરના એમ.પી. શાહ ટાઉનહોલમાં આજે રાત્રે ૧૦ કલાકે બહુચર્ચિત પારિવારિક નાટક 'એક ચતૂર નાર ભારે હોશિયાર'નું મંચન થશે.

નિમેષ શાહ અને દેવેન્દ્ર આર્ટસ પ્રસ્તુત તેમજ નિમેષ શાહ લિખિત અને અરવિંદ વૈદ્ય દિગ્દર્શિત 'એક ચતૂર નાર ભારે હોશિયાર'એ વર્તમાનમાં પરિવારોમાં માતાની થતી અવગણના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. નાટકમાં એક ઉપેક્ષિત માતા સંતાનોને અનોખી રીતે પાઠ ભણાવે છે.

નાટકમાં નાટકના લેખક નિમેષ શાહ ઉપરાંત એક્તા ડાંગર, પ્રકાશ વાઘેલા, સમીર રાજડા અને મલ્લિકા શાહએ અભિનયના ઓજસ પાથર્યા છે. માતા સંતાનોને સાચો માર્ગ બતાવવા કઠોર પણ બને છે, પરંતુ આ કઠોરતા સંતાનોની લાગણીને ઠેસ ન પહોંચાડે એ રીતે અમલમાં મૂકવાની હોય છે એમ કહી નાટકના દિગદર્શક અરવિંદ વૈદ્ય નાટકમાં આ મુદ્દે ખાસ સાવચેતી તથા હાસ્ય સાથે ગંભીરતાનું મધૂર મિશ્રણ રાખવામાં આવ્યું હોવાનો દાવો કરે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00