આધારકાર્ડ મામલે સુપ્રિમ કોર્ટનો મહત્વનો આવ્યો ચુકાદોઃ ૬ થી ૧૪ વર્ષના બાળકોના સ્કૂલ એડમિશન માટે જરૃરી નથી આધાર કાર્ડઃ આધાર માત્ર ઓળખ માટે જ જરૃરીઃ મોબાઈલ-બેંક ખાતા માટે અનિવાર્ય ન કરી શકાય / કાર્ટની કાર્યવાહીનું થશે હવે લાઈવ પ્રસારણઃ લો સ્ટુડન્ટએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે રાખી માન્ય / બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે કેન્દ્ર સરકારે કરી દીધા ઉંચા હાથઃ કહ્યું ગુજરાત સરકારની છે જવાબદારી /

રૃપેણ બંદરમાં માછીમારો માટે યોજાયો વિશિષ્ટ કાર્યક્રમઃ દરિયામાં સતર્ક રહેવા કરાયો અનુરોધ

જામનગર તા.૧૧ ઃ દેવભૂમિ દ્વારકા એસઓજી દ્વારા રૃપેણ બંદરમાં માછીમારો માટે વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વ્યસન મુક્તિની સાથે ફીશરમેન અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો હતો જેમાં દરિયામાં રાખવાની થતી સાવચેતી સહિતની માહિતી માછીમારોને આપવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારો કાયદાથી પરિચિત જાય અને દરિયામાં થતી કોઈપણ શંકાસ્પદ હિલચાલ અંગે સતર્ક બની પરોક્ષ રીતે પોલીસની ભૂમિકા ભજવવા સતર્ક બને તેવા હેતુથી વ્યસન મુક્તિ અંગેનું અભિયાન ચલાવતી દેવભૂમિ દ્વારકા એસઓજીએ જિલ્લા પોલીસવડા રોહન આનંદના માર્ગદર્શન હેઠળ ઓખામંડળના રૃપેણ બંદરમાં ફીશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજ્યો હતો.

દેવભૂમિ દ્વારકાના સ્પે. ઓપરેશન ગ્રુપના પીઆઈ કે.જી. ઝાલા, ઈન્ચાર્જ સીપીઆઈ પી.એલ. ચૌધરી, એસઓજી પીએસઆઈ ડી.બી. ગોહિલ, એસ.વી. વસાવા, સ્ટેટ આઈબીના અધીકારી ગાંધી, એરફોર્સ કમાન્ડર વિકાસ ચૌધરી, કોસ્ટગાર્ડના ગૌતમ અધિકારી, કસ્ટમ ઈન્સ. અજીતસિંગ, ફીશરીઝના મકવાણાભાઈ વગેરેની ઉપસ્થિતિમાં એસપી રોહન આનંદે માછીમારોને માર્ગદર્શન પૂરૃં પાડયું હતું.

માછીમારોને દરિયામાં કઈ પ્રકારની સાવચેતી રાખવી તે ઉપરાંત બોટના રજીસ્ટ્રેશન, પેપર્સ સાથે રાખવા, દરિયામાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક જાણવા કરવા, જીપીએસ સિસ્ટમ ચાલુ રાખવા અને ભારતીય દરિયામાં જ માછીમારી કરવા સહિતની વિગતો એસઓજી પીઆઈ ઝાલાએ આપી હતી. કાર્યક્રમના અંતમાં માછીમારોને પોલીસ સહિતની સુરક્ષા એજન્સીના ફોન નંબર સાથેની કાપડની થેલીઓ અર્પણ કરવામાં આવી, વીસ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેના વિજેતાઓને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ૪૬૦ માછીમાર ભાઈઓ-બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00