ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

જામનગરમાં વોર્ડ નં. ૧૩ વિસ્તારના લોકોની સાથે રહી ધારાસભ્ય હકુભા જાડેજા આજથી કરશે સંવાદ

જામનગર તા. ૯ઃ જામનગરમાં ૭૮-વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા આજથી સતત એક સપ્તાહ સુધી ૧૧ વોર્ડના લોકોને મળીને સંવાદ કરશે.

આ તકે ધારાસભ્યોનો અભિવાદન કાર્યક્રમ પણ જુદા-જુદા સ્થળે અને સમયે યોજવામાં આવ્યો છે. આ રીતે સતત લોકોની વચ્ચે રહેવાના પોતાના સંકલ્પને ધારાસભ્ય પરીપૂર્ણ કરશે. દરેક વોર્ડમાં આ પ્રકારનો કાર્યક્રમ કરવાની જાહેરાત થતા જે-તે વિસ્તારના લોકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં  પણ ઉત્સાહ જોવા મળયો છે.

વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક લીડ સાથે વિજેતા થયેલા હકુભા જાડેજાએ જીત પછીના પોતાના પ્રથમ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, હું આગામી પાંચ વર્ષ સતત લોકો વચ્ચે રહેવાનો છું. આ મારો સંકલ્પ છે. આ મારી નીતિ છે. જેમાં ક્યારેય ફેરફાર થશે નહીં. મારી ઓફિસનો દરવાજો મારા વિસ્તારની પ્રજા માટે ખૂલ્લો રાખ્યો છે. ઐતિહાસિક લીડ સાથે વિજેતા બનાવવા માટે પ્રજાનો સદા ઋણી રહીશ.

હું વર્ષના ૩૬પ દિવસમાંથી બને એટલા વધુ દિવસ લોકોની વચ્ચે રહી શકું, હવે સત્તાધારી પક્ષમાં છું એટલે મારી જવાબદારીમાં ખૂબ વધારો થયો છે. ગંભીરતાપૂર્વક હું તમામ પ્રશ્નોને વાંચા આપવા માંગુ છું.

હકુભા જાડેજા દ્વારા તા. ૯-ર-ર૦૧૮ આજથી તા. ૧૬-ર-ર૦૧૮ એક સપ્તાહ સુધી ૧૩ વોર્ડના લોકોને મળવાનો કાર્યક્રમ નક્કી કર્યો છે. હકુભાએ તમામ વોર્ડના લોકોને અપીલ કરી છે. આપના વિસ્તારના કોઈ પ્રશ્નો અણઉકેલ હોય તો લેખિતમાં જાણ કરે જેનો ઝડપી ઉકેલ અને પ્રશ્નનું નિરાકરણ થઈ શકે.

ધારાસભ્ય હકુભાની વિવિધ વિસ્તારોમાં મુલાકાતનો કાર્યક્રમ

તા. ૯-ફેબ્રુઆરીના સાંજે પ થી ૭ કલાક દરમિયાન હરસિદ્ધિ વાડી, ગોકુલનગરની બાજુમાં, ગોકુલનગર રડાર રોડ. તા. ૧૦-ફેબ્રુઆરી સાંજે પ થી ૬ કલાક દરમિયાન રામાપીર મંદિર, બેડેશ્વર, ધરારનગર-૧ તથા સાંજે ૭.૩૦ થી ૮.૩૦ દરમિયાન તાલુકા પંચાયત પાસે, જલારામ સોસાયટી. તા. ૧૧-ફેબ્રુઆરી સાંજે પ થી ૭ દરમિયાન ગીતા મંદિર, પાર્ક કોલોની પાસે તથા સાંજે ૭ થી ૮ ગણેશ કોલ્ડ સ્ટોરેજની પાછળ, રોયલ પાર્ક, કોમન પ્લોટમાં.

તા. ૧ર-ફેબ્રુઆરી સાંજે પ થી ૬ ઔદિચ્ય બ્રહ્મસમાજ છાત્રવાસ, સેન્ટઆન્સ સ્કૂલ, પટેલ કોલોની, શેરી નં. પ, રોડ નં. ૧ પાછળ તથા સાંજે ૬ થી ૭ રાજપૂત સમાજની વાડી, નવાગામ-ઘેડ વિસ્તાર. તા. ૧૪-ફેબ્રુઆરીના સાંજે ૬ કલાકે ગાયત્રી મંદિર, ગાંધીનગર વિસ્તાર તેમજ સાંજે ૬ થી ૭ સુધી દિગ્જામ વુલનમીલની ચાલી, ગણપતિ ચોક વિસ્તાર.

તા. ૧પ-ફેબ્રુઆરીના સાંજે ૬ થી ૭ સતવારા સમાજની વાડી, બાલનાથ મહાદેવ મંદિર બાજુમાં, કાલાવડ નાકા બહાર તથા સાંજે ૭ થી ૮ સુધી રઘુવીર પાર્ક, રણજીતસાગર રોડ, રાધેપાન ચોક વિસ્તાર. તા. ૧૬-ફેબ્રુઆરીના સાંજે ૬ થી ૭ કલાકે કોળી સમાજની વાડી, યોગેશ્વરધામ, હાપા તથા સાંજે ૭ થી ૮ દરમિયાન સતવારા સમાજની વાડી, ગુલાબનગરની મુલાકાત લેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00