ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુપોષિત બાળકોને દૂધ વિતરણ

ખંભાળિયા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જનસહયોગથી કુપોષિત બાળકોને દૂધ વિતરણ માટે આયોજન હાથ ધરાયું છે. કલેક્ટરની આ પહેલને આવકાર મળી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, દ્વારકા તથ ભાણવડ તાલુકામં કુપોષિત તથા નબળા બાળકો માટે રોજ દૂધ મળે તે માટેની વ્યવસ્થાનું આયોજન જિલ્લા કલેક્ટર જે.આર. ડોડિયા દ્વારા કરવામાં આવ્યું છે.

તાજેતરમાં તેમણે જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલ, આર.ડી.સી. હિરેનભાઈ વ્યાસ તથા તા.વિ.અ. અને આંગણવાડીના અધિકારીઓ સાથે આ બાબતે મિટિંગ યોજી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુપોષણની ક્ષતિએ રેડ ઝોનમાં ૩૭૦ બાળકો છે. યલો ઝોનમાં ૧૩૧૭ તથા ગ્રીન ઝોનમાં પ૮,૯ર૦ બાળકો છે. આ બાળકોને દૂધ મળે તે માટે આયોજન કરાયું છે.

દરેક ગામમાં માહી તથા અમુલ ડેરી તથા જિલ્લાના ડેરી અધિકારી સાથે સંકલન કરીને દરેક દૂધ ઉત્પાદક સંઘની ઓફિસે એક પાત્ર રાખવામાં આવશે. જેમાં દૂધ વેંચવા આવતા તેની ઈચ્છા મુજબ દૂધનું દાન આ પાત્રમાં કરશે અને તે દૂધ ભેગું કરીને આંગણવાડીના બાળકોને પીવડાવવામાં આવશે.

ખંભાળિયા, દ્વારકા અને ભાણવડ તાલુકામાં આ વ્યવસ્થા માટે આયોજન કરાયું છે તથા આ માટે નાયબ કલેક્ટરોને લાયઝન તરીકે નિમાયા છે. દૂધના આ અક્ષયપાત્રમાં દૂધ વેંચનારઓ થોડું દૂધ તેમના જ ગામના બાળકો માટે દાન કરે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરાઈ છે તથા શિક્ષકો-આંગણવાડીઓ આ વાત ગામેગામ પહોંચાડે તેવી અપીલ કરવામાં આવી છે. કલેક્ટરની આ પહેલને આવકાર સાંપડી રહ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00