ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર મેઘમહેર યથાવત્ઃ સુરતના મહુવામાં ખાબક્યો આઠ ઈંચ વરસાદ

અમદાવાદ તા. ૧૧ઃ દ. ગુજરાતમાં મેઘમહેર યથાવત્ રહી છે. સુરતના મહુવામાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે નવસારીની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર ચાલુ રહેવા પામી છે. સુરત જિલ્લાના મહુવામાં આઠ કલાકમાં આઠ ઈંચ પાણી વરસતા ચારેતરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે જ્યારે નવસારીમાં ચાર ઈંચ વરસાદ વરસતા શાળા-કોલેજોમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે.

અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે શરૃ થયેલો વરસાદ સવારે પણ ચાલુ રહ્યો છે. અમદાવાદ શહેરના લગભગ તમામ વિસ્તારોમાં હળવો-ભારે વરસાદ વરસ્યો હતો અને હજુ પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં ચાલુ રહે તેવો માહોલ છે.

ગઈકાલે રાત્રે ૧ર થી આજે સવારના આઠ વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના બારડોલીમાં ચાર, ચોર્યાસીમાં ચાર, મહુવામાં આઠ, પલસાણામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

વલસાડ જિલ્લામાં વલસાડ શહેરમાં બે, પારડીમાં બે, ઉમરગામમાં એક, ધરમપુર અને કપરપાડામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારી જિલ્લાના નવસારી શહેરમાં ચાર, જલાલપોરમાં ચાર, ગણદેવી અને ચીખલીમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હજુ પણ અનેક વિસ્તારો કોરાધાકોડ જેવા રહ્યા હોય, સરકાર ચિંતિત બની છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00