શિક્ષણમંત્રીએ કહ્યું મનમાની ચલાવતી શાળાઓ સામે લેવાશે આકરા પગલાં / આતંકીને ડીનરમાં આમંત્રણ આપવા માટે કેનેડિયન સાંસદે માંગી માફી / હોસ્પિટલમાંથી રજા મળતા જ પારિકર પહોંચ્યા વિધાનસભાઃ રજૂ કર્યું બજેટ /

સમર્પણ સર્કલ પાસે ટ્રેન હેઠળ મહિલા, બાળકી કચડાયાઃ પોલીસ દોડી

જામનગર તા.૯ ઃ જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલા રેલવે ફાટક આજે બપોરે ઓખા-ગોરખપુર ટ્રેન હેઠળ એક મહિલા તથા બાળકી કચડાઈ જતાં તેઓના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા છે.

જામનગરના સમર્પણ હોસ્પિટલ પાસે આવેલા રેલવે ફાટક પરથી આજે બપોરે બારેક વાગ્યે પસાર થયેલી ઓખા-ગોરખપુર ટ્રેન હેઠળ એક મહિલા તથા તેની સાથે રહેલી નાની બાળકીએ ઝંપલાવી લીધું હતું.

પૂરઝડપે જઈ રહેલી આ ટ્રેન હેઠળ બે માનવ દેહ ફંગોળાયા પછી ગણતરીની સેકન્ડોમાં તેના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. આ બનાવ વેળાએ ત્યાં હાજર લોકોએ તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડયો હતો. તેઓએ આ બનાવની નોંધ કરી સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનને બનાવથી વાકેફ કર્યું છે. પોલીસે મૃતક મહિલા તથા તેની સાથે રહેલી બાળકીની ઓળખ મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને બન્ને મૃતદેહોને પી.એમ. માટે મેડિકલ કોલેજમાં મોકલી આપ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00