ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

જામનગરમાં ૪૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ત્રણ ડિગ્રી તાપમાન ઘટતા લોકોને આશંક રાહત

જામનગર તા. ૧૬ઃ જામનગરમાં તેજીલા વાયરાઓનો દોર યથાવત્ રહ્યો છે જેને કારણે તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. ૪૦ કિ.મી.ની મહત્તમ ઝડપે ફૂંકાયેલા તેજીલા પવનોને કારણે તાપમાનમાં છેલ્લા બે દિવસમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં નગરજનોને ગરમીમાંથી રાહત મળી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન ૩પ.૬ ડિગ્રી નોંધાયું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં સૂસવાટા મારતા તેજીલા પવનો ફૂંકાવાનો દોર ચાલી રહ્યો છે. જેને કારણે તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજે ગુલાબી ઠંડીનો તો બપોરે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે.

હવામાં ભેજનું પ્રમાણ વધુ રહેતા બફારામાં વધારો થતા લોકો સવારે નવ થી સાંજના પાંચ વાગ્યા દરમિયાન ઉકળાટથી પરેશાન થઈ રહ્યા છે.

જામનગરમાં ૪૦ કિ.મી.ની મહત્તમ ઝડપે ફૂંકાયેલા પવનોને કારણે છેલ્લા બે દિવસમાં તાપમાનનો પારો ત્રણ ડિગ્રી જેટલો નીચે તરફ શરકી ગયો છે. જેથી લોકોને બપોરે સૂર્યદેવતાના આકરા તાપમાંથી રાહત મળી હતી.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન રર.૯ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩પ.૬ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું મહત્તમ પ્રમાણ ૮૯ ટકા અને લઘુત્તમ પ્રમાણ પ૭ ટકા રહ્યું હતું જ્યારે પવનની ગતિ પ્રતિકલાક લઘુત્તમ ર૦ કિ.મી. અને મહત્તમ ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00