આધારકાર્ડ મામલે સુપ્રિમ કોર્ટનો મહત્વનો આવ્યો ચુકાદોઃ ૬ થી ૧૪ વર્ષના બાળકોના સ્કૂલ એડમિશન માટે જરૃરી નથી આધાર કાર્ડઃ આધાર માત્ર ઓળખ માટે જ જરૃરીઃ મોબાઈલ-બેંક ખાતા માટે અનિવાર્ય ન કરી શકાય / કાર્ટની કાર્યવાહીનું થશે હવે લાઈવ પ્રસારણઃ લો સ્ટુડન્ટએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે રાખી માન્ય / બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે કેન્દ્ર સરકારે કરી દીધા ઉંચા હાથઃ કહ્યું ગુજરાત સરકારની છે જવાબદારી /

ખંભાળિયાના ગોઈંજમાં દારૃનો દરોડોઃ ચોવીસ બોટલ કબજે

જામનગર તા.૧૧ ઃ ખંભાળિયાના ગોઈંજ ગામમાં એક મકાનમાંથી પોલીસે અંગ્રેજી શરાબની ચોવીસ બોટલ પકડી પાડી છે. ઝડપાયેલા આરોપીએ જામનગરના સાગરિતનું નામ આપ્યું છે.

ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામ પાસે ગઈકાલે સાંજે સલાયા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગ દરમ્યાન ગોઈંજમાં એક શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડયો હોવાની બાતમી મળી હતી.

ત્યાં આવેલા રોહિત દેપાળભાઈ વિંઝુડા નામના શખ્સના મકાનમાં પોલીસે તલાશી લેતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાન્ડની ચોવીસ બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૧ર હજારની કિંમતની બોટલ કબજે કરી રોહિતની ધરપકડ કરી છે. આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાના સાગરિત જામનગરના કોમલનગરમાં રહેતા રમેશ ભીમશીભાઈ પરિયાનું નામ આપ્યા છે. પોલીસે રમેશની શોધ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00