જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

પત્ની અને વહુને મળતી બક્ષીસોને આવકવેરામાંથી મુક્તિ આપોઃ મેનકા ગાંધી

નવી દિલ્હી તા. ૧૧ઃ કેન્દ્રના મહિલા-બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ પત્ની અને વહુને મળતી બક્ષીસોને આવકવેરામાંથી મુક્તિ આપવાની માંગણી કરી છે.

કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કાર્યવાહક નાણામંત્રી પિયુષ ગોયલને આયકર એક્ટમાં જરૃરી ફેરફાર કરવા માંગણી કરી છે કે જેનાથી પત્ની અને પુત્રવધૂને ઉપહારમાં આપવામાં આવેલ સંપત્તિ પર ટેક્સ ન લાગે. મેનકા ગાંધીએ ઈન્કમટેક્સ એક્ટની કલમ ૬૪ માં ફેરફાર કરવાની માગણી કરી છે. જે હેઠળ જો કોઈ માણસ પોતાની પત્નીને સંપત્તિ ભેટમાં આપે તો એ સંપત્તિથી થનારી આવકને પતિની કર યોગ્ય આવકમાં સામેલ ગણવામાં આવે છે.

મેનકા ગાંધીએ કહ્યું છે કે, હાલની જોગવાઈઓને કારણે પતિ અને સસરા પોતાના પરિવારની મહિલાને નામે સંપત્તિ ટ્રાન્સફર કરવાથી ડરતા હોય છે. આનુ કારણ એ છે કે, તેઓને એ બાબતની ડર હોય છે કે સંપત્તિથી થનાર આવક તેમના પર બોજો બનશે. ઉપહારમાં સંપત્તિ પર ટેક્સ મૂળ સ્વરૃપથી ૧૯૬૦ માં તૈયાર કરવામાં આવ્યો હતો. માનવમાં આવતું હતું કે, પત્ની અને પુત્રવધૂ પાસે સામાન્ય રીતે કોઈ સ્વતંત્ર આવક નથી હોતી.

કેન્દ્રિય મંત્રીએ કહ્યું હતું કે, હાલના સમયમાં પરિસ્થિતિ બદલાય છે તેથી એક્ટની માઠી અસર પડી રહી છે. મહિલાઓ જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. હાલના કાનૂનથી પ્રતિકૂળ અસર પડી રહી છે. મેનકા ગાંધીએ કહ્યું છે કે મેં પિયુષ ગોયલને આગ્રહ કર્યો છે કે આયકર એક્ટમાં ફેરફાર કરે કે જેથી ઉપહારમાં પ્રાપ્ત સંપત્તિથી થનારી આવક પર પત્ની અથવા ઘરની વહુની જ કર જવાબદારી નક્કી થાય. તેના પતિ કે સસરાને આવી આવક પર કર આપવો ન પડે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription