નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

ખંભાળિયાના મામલતદાર ચિંતન વૈષ્ણવ બૂલેટ પર કારગીલ-લેહ-લડાખના પ્રવાસે

ખંભાળિયા તા. ૧૬ઃ ખંભાળિયા મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્વારા ખંભાળિયા તાલુકામાં વિલેજ વિઝિટના કાર્યક્રમો દ્વારા વિશેષ રીતે સામાન્ય જનતા ગરીબો માટે નવતર ઝડપી વ્યવસ્થા કરીને સામાન્ય જનતાને સરકારી યોજનાના લાભો મળતા કરીને અનોખી વ્યવસ્થા કરીને લોકપ્રિયતા મેળવી છે ત્યારે તેમની એક વિશેષ બાજુ પ્રકાશમાં આવી છે.

ખંભાળિયા મામલતદાર ચિંતન વૈષ્ણવ તેમના ચાર મિત્રો સાથે ખંભાળિયાથી બૂલેટ ઉપર છેક કારગીલ અને લેહ-લડાખના દુષ્કર માર્ગો પર ૬પ૦૦ કિ.મી.ના દીલધડક રોમાંચક પ્રવાસે નીકળ્યા છે.

લેહ, લડાખ અને કારગીલ સેક્ટર એ ખૂબ જ બરફથી છવાયેલો વિસ્તાર છે. જ્યાં ઓક્સિજન ટેંક રાખીને જવું પડે તથા બાઈકના વ્હીલ પર લોખંડની ચેઈન બાંધીને જવું પડે તથા વાતાવરણથી શરીરને પરિચિત કરવા માટે બે-ત્રણ દિવસ રહેવું પડે પછી આગળ જવાય તથા તેવી જ રીતે પાછું અવાય.

ચિંતન વૈષ્ણવે અગાઉ બૂલેટ ઉપર સમગ્ર ભારતનું ભ્રમણ પણ કર્યું હતું તથા આવી રીતનો બૂલેટ પર તેમનો ત્રીજો પ્રવાસ છે. દુર્ગમ બરફના પહાડો પર બૂલેટથી યાત્રા પ્રવાસ રોમાંચક ગણાય છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00