દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જામનગરમાં એપાર્ટમેન્ટના આઠમા માળેથી ખાબકતા યુવતીનું મૃત્યુઃ હલરમાં પગ આવી જતાં યુવાનનું મોત

જામનગર તા.૧૩ ઃ જામનગરના પી.એન. માર્ગ પર એક એપાર્ટમેન્ટના આઠમા માળેથી પડી જતાં એક યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ખંભાળિયાના ભાણ ખોખરીમાં હલરમાં પગ આવી જતાં એક યુવાન મોતની ગોદમાં સરી ગયા છે. ઉપરાંત દ્વારકાના એક યુવાનને હૃદયરોગ ભરખી ગયો છે.

જામનગરના પી.એન. માર્ગ પર આવેલી આરામ હોટલ નજીકના સિદ્ધિ વિનાયક એપાર્ટમેટમાં બ્લોક નં.૩૦૨માં રહેતા રાજીવભાઈ રમણીકલાલ મહેતા નામના વણિક પ્રૌઢની વીસ વર્ષની પુત્રી જુહી ગઈકાલે સાંજે આ એપાર્ટમેન્ટના આઠમા માળે પહોંચી હતી ત્યાંથી આ યુવતી કોઈ રીતે નીચે ખાબકતા તેણીને ગંભીર ઈજા સાથે પિતા રાજીવભાઈએ સારવારમાં ખસેડી હતી જ્યાં તેણીનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. સિટી-બીના જમાદાર એફ.જી. દલે મૃતદેહને પી.એમ. માટે મોકલી રાજીવભાઈ મહેતાનું નિવેદન નોંધ્યું છે.

ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી ગામમાં રહેતા હમીરભાઈ મેરામણભાઈ કરમુર (ઉ.વ.૩૫) ગઈકાલે સાંજે પોતાની વાડીએ હલરમાં ધાણા કાઢી રહ્યા હતા ત્યારે અકસ્માતે તેઓનો પગ હલરમાં આવી જતાં તેઓને ગંભીર ઈજા સાથે સારવાર માટે ખંભાળિયા દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમ્યાન રાત્રે મૃત્યુ નિપજતા કરશનભાઈ માંડણભાઈ ગોજિયાએ પોલીસને જાણ કરી છે. જમાદાર જે.બી. જાડેજાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે રહેતા દિનેશભાઈ કાનજીભાઈ કાસ્ટા નામના એકતાલીસ વર્ષના ખારવા યુવક ગઈકાલે સવારે પોતાના ઘરે કુદરતી હાજત માટે ગયા ત્યારે અકસ્માતે પગ લપસી જતાં તેઓ ફસડાઈ પડયા હતા. આ યુવાનને સારવાર માટે દ્વારકા દવાખાને ખસેડવામાંં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે દિનેશભાઈનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું છે. પોલીસે સુનિલભાઈ કાનજીભાઈ કાસ્ટાનું નિવેદન નોંધ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00