વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટને લાગ્યુ ગ્રહણઃ જાપાને બુલેટ ટ્રેન માટેનું ફંડિંગ અટકાવ્યું / ચીનની ર૦૦ અબજની પ્રોડક્ટ ઉપર અમેરિકાએ ટેરિફ  ઝીંક્યો / ભારતીય સેનાની વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકથી ફફડી ઉઠયું પાકિસ્તાન /

સુધાગુના ગામમાંથી ૫કડાયેલા શરાબના ગંજાવર જથ્થાના પ્રકરણમાં ફોજદાર સસ્પેન્ડ

જામનગર તા.૧૩ ઃ ધ્રોલના સુધાગુના ગામમાંથી આરઆર સેલે ૩૯૩ પેટી શરાબ પકડી પાડયાના પ્રકરણમાં સ્થાનિક પોલીસની કહેવાતી બેદરકારી બહાર આવતા એસપીએ ગઈકાલે ધ્રોલના પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે.

ધ્રોલ તાલુકાના સુધાગુના ગામની સીમમાં આવેલી એક વાડીમાં રાજકોટ રેન્જના આઈજીની આરઆર સેલે ગયા સપ્તાહે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ૩૯૩ પેટીમાં ભરવામાં આવેલો ભારતીય બનાવટનો અંગ્રેજી શરાબનો જથ્થો પકડી પાડયો હતો. સ્થળ પરથી બે શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. જ્યારે આ જથ્થો રાજકોટના બે શખ્સોએ મંગાવી તે વાડીમાં રખાવ્યો હોવાની વિગતો બહાર આવી હતી.

અંદાજે રૃા.વીસેક લાખના શરાબના આ જથ્થાના પ્રકરણમાં ધ્રોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.એન. આહિરને ગઈકાલે જિલ્લા પોલીસવડા પી.બી.સેજુળે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યાે છે.

ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળના સુધાગુના ગામમાં આવડો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવા છતાં સ્થાનિક પોલીસને તેની ગંધ સુધ્ધા આવી ન હોય, આકરા પાણીએ આવેલા એસપીએ સસ્પેન્શનનો હુકમ કરતા ફફડાટ વ્યાપ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00