પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

શાળા સંચાલકો સામે સુપ્રિમની લાલ આંખઃ બે સપ્તાહમાં પ્રસ્તાવ આપવા આદેશ

નવી દિલ્હી તા. ૧૧ઃ સુપ્રિમ કોર્ટે ગુજરાતના શાળા સંચાલકો સામે લાલા આંખ કરી છે અને તમામ શાળા સંચાલકોને બે સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજુ કરી દેવા આદેશ આપ્યો છે.

રાજ્ય સરકારના ફી નિયમનના કાયદાને પડકારતી અરજી પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જેમાં ચાર સપ્તાહ પછી આ અરજી પર વધુ સુનાવણી હાથ ધરાશે.

રાજ્યની શાળાઓએ ફી નિર્ધારણ કમિટી સમક્ષ પોતાની ફીનો પ્રસ્તાવ રજુ નહીં કરતા સુપ્રિમ કોર્ટે લાલ આંખ કરી છે. સંચાલકોને ઝટકો આપતા સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે પ્રસ્તાવ નહીં આપનાર શાળાઓ સામે પગલાં લેવાશે. તમામ શાળા સંચાલકોને ફી માળખાનો પ્રસ્તાવ બે સપ્તાહમાં રજુ કરી દેવા આદેશ આપ્યો છે.

સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે પ્રસ્તાવ રજુ થયા પછી સરકાર શાળાઓને તેની પત્ર દ્વારા જાણ કરશે.

ઈત્તર પ્રવૃત્તિઓ અને તેની ફી અંગે રાજ્ય સરકારને નિર્ણય લેવાનો આદેશ આપતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે ઈત્તર પ્રવૃત્તિ અને તેની ફી અંગે સરકાર જાહેરાત કરે. ઈત્તર પ્રવૃત્તિની ફી શાળા ન ઉઘરાવે તે અંગે એટર્ની જનરલે સુપ્રિમ કોર્ટમાં રજુઆત કરી હતી જેના સંદર્ભે અદાલતે આ ટિપ્પણી કરી હતી.

આ પ્રકારના સુપ્રિમ કોર્ટના આદેશ પછી કેટલાક સવાલો ઉભા થયા છે. આ લાલચુ શાળાઓની શાન સરકાર ઠેકાણે લાવી શકશે? હવે શું આ શાળાઓને ફી નિર્ધારણ કાયદા હેઠળ લાવવામાં આવશે? શું શાળા સંચાલકો સુધારી જશે?

સરકારે આવી શાળાઓને પ્રોત્સાહીત કરવાના બદલે તેની સામે કડક થવું જોઈએ, તેવા પ્રત્યાઘાતો પણ આવી રહ્યા છે.

સુપ્રિમ કોર્ટના આ આદેશ પછી અન્યાય થતો હોવાની ખોટી બુમરાણ મચાવતા શાળા સંચાલકોએ પણ હવે ચેતી જવું પડશે. સરકારી નિયમો ના ધજાગરા ઉડાડતા શાળા સંચાલકોના ગાલે આ તમતમતો તમાચો પડ્યો છે.

સુપ્રિમ કોર્ટમાં હવે પછી સુનાવણી હાથ ધરાય, ત્યાં સુધી વાલીઓને નિયમ મુજબ ફી ભરવી પડશે, તેનો મતલબ એવો થાય કે વાલીઓએ અત્યારે ભરેલી ફી સુપ્રિમ કોર્ટના અંતિમ આદેશને આધિન રહેશે. સુપ્રિમ કોર્ટના આજના આદેશ પછી કેટલાક સરકારી તંત્રો પણ કદાચ શાળા સંચાલકોની તરફદારી કરતા પહેલાં સો વખત વિચારશે. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription