વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

કાલાવડના મોટા પાંચ દેવડાની સહકારી મંડળીના રૃા.૧૮ લાખની લૂંટઃ બાઈકમાં આવેલા ત્રણ લૂંટારૃઓ સીસીટીવીમાં કેદ

જામનગર તા. ૧૩ઃ કાલાવડના પાંચ દેવડાની સહકારી મંડળીના એક કર્મચારી ગઈકાલે ખેડૂતો પાસેથી જમા થયેલી ધિરાણની રૃા.૧૮ લાખની રકમ મંડળીના ખાતામાં જમા કરાવવા માટે બાઈક પર નીકળ્યા હતા તેઓને મોટી વાવડીથી નવાગામ વચ્ચેના માર્ગ પર ત્રિપલ સવારીમાં આવેલા એક બાઈકે આંતર્યા પછી બુકાનીધારી ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી, છરી બતાવી રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. બનાવની જાણ થતા પોલીસે ચોતરફ નાકાબંધી કરાવી છે, પરંતુ લૂંટારૃઓના સગડ સાંપડયા નથી. પોલીસે નજીકમાં આવેલા પેટ્રોલપંપના સીસીટીવી ફૂટેજમાં લૂંટારૃઓને નાસી જતાં નિહાળ્યા છે.

કાલાવડના મોટા પાંચ દેવડા ગામની જયકિશન સેવા સહકારી મંડળીમાંથી વર્ષ ૨૦૧૭-૧૮ના પાક માટે ખેડૂતોને ધિરાણ આપવામાં આવ્યું હતું જેમાંથી ખેડૂતોએ પરત ચૂકવણી કરતા મંડળીની કચેરીમાં ગઈકાલે રૃા.અઢાર લાખની રકમ એકત્રિત થઈ હતી તે રકમ મંડળીના કાલાવડ તાલુકાના નવાગામમાં આવેલી ડિસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકના ખાતામાં જમા કરાવવાની હતી તે કામ માટે ગઈકાલે મંડળીના કર્મચારી અને મોટા પાંચદેવડાના જ રહેવાસી હરસુખભાઈ ભીખુભાઈ રૃદકિયા જીજે-૧૦-એબી ૫૧૪૦ નંબરનું મોટરસાયકલ લઈ રૃા.૧૮ લાખની રકમ બેગમાં ભરી નવાગામ જવા માટે રવાના થયા હતા.

તેઓ જ્યારે મોટી વાવડીથી નવાગામ તરફના માર્ગ વચ્ચે હતા ત્યારે એક મોટરસાયકલમાં ત્રિપલ સવારીમાં ધસી આવેલા બુકાનીધારી શખ્સોએ પોતાનું મોટરસાયકલ હરસુખભાઈના મોટરસાયકલ આડે રાખી તેઓને ઉભા રખાવ્યા હતા. ત્યાર પછી વિજળીક ઝડપે નીચે ઉતરેલા શખ્સોએ મુક્કા મારી હરસુખભાઈને હેબતાવવાની સાથે એક શખ્સે છરી બતાવી હરસુખભાઈ પાસે રહેલી બેગની લૂંટ કરી લીધી હતી.

ત્યાર પછી આ શખ્સો ફરીથી ઝડપ બતાવી પોતાના મોટરસાયકલ પર સવાર થયા હતા અને જતા જતા હરસુખભાઈના મોટરસાયકલની ચાવી કાઢતા ગયા હતા તે શખ્સોના રવાના થયા પછી હેબતમાંથી બહાર આવેલા હરસુખભાઈએ તાત્કાલિક જામનગર પોલીસ કંટ્રોલને લૂંટની જાણ કરતા પોલીસ કંટ્રોલે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન તેમજ એલસીબી, એસઓજીને બનાવથી વાકેફ કર્યા હતા જેના પગલે પોલીસની ગાડીઓ બનાવ સ્થળે ધસી ગઈ હતી.

પોલીસે યુદ્ધના ધોરણે હાથ ધરેલી તપાસમાં હરસુખભાઈએ આરોપીઓના આપેલા વર્ણન મુજબ બે શખ્સોએ સફેદ રંગના શર્ટ અને એક શખ્સે પીળા રંગનું ટી-શર્ટ પહેર્યાનું જાણી તાત્કાલિક નાકાબંધી કરાવી હતી. અંદાજે ત્રીસેક વર્ષની વયના લાગતા આ ત્રણેય આરોપીઓ પોતાના મ્હોં પર રૃમાલ બાંધ્યા હોય, તેઓની ઓળખ મેળવવા માટે પોલીસે સગડ દબાવવાનું શરૃ કરી તે ધોરીમાર્ગ પર આવેલા પેટ્રોલપંપના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ ત્રણેય શખ્સો તેમાં જોવા મળ્યા હતા.

અત્યંત બારીકીથી ફૂટેજ ચેક કરાતા લૂંટારૃઓ જે બાઈકમાં આવ્યા હતા તેના નંબર છૂપાવવા માટે તેઓએ નંબર પ્લેટ પર આડશ રાખ્યાનું પણ જોવા મળ્યું છે. આ શખ્સો મોટી વાવડીથી નવાગામ તરફ જતાં જોવા મળ્યા હતા.

ઉપરોકત લૂંટ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હરસુખભાઈ રૃદકિયાએ ગઈકાલે સાંજે વિધિવત ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓની પાસેથી અઢાર લાખની રોકડવાળો થેલો લૂંટી જવા અંગે ત્રણ અજાણ્યા શખ્સો સામે આઈપીસી ૩૯૪, ૫૦૬ (ર), ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધાયો છે.

ગઈકાલે જ્યારે ખેડૂતો પાસેથી પરત આવેલી પાક ધિરાણની રકમ મંડળીના બેંક ખાતામાં જમા કરાવવા જવાની હતી તે બાબતની કોને કોને જાણ હતી? તેમજ મંડળીના કર્મચારી તેઓની કચેરીએથી બેંક તરફ જવા નીકળ્યા ત્યાંથી લૂંટ થઈ ત્યાં સુધીના માર્ગ પરના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાની તજવીજ કરવામાં આવી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00