ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

પૂનમબેને ગૃહમંત્રીનો સંપર્ક કરી જરૃરી ખૂટતી સુવિધાઓ માટેના કર્યા પ્રયાસો

ખંભાળિયા તા. ૯ઃ ખંભાળિયામાં સીસી ટીવી કેમેરા લગાવવાની કામગીરીમાં સાંસદ પૂનમબેન માડમ સામેલ થયા હતાં, અને તેમણે હજુ પણ ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા માટે તુરત જ ગૃહમંત્રીનો સંપર્ક કરીને પ્રયાસો હાથ ધર્યા હતાં.

તાજેતરમાં ખંભાળિયા શહેરમાં સી.સી. ટી.વી. રાખીને વ્યવસ્થિત આયોજન કરવા માટે ખાસ સમિતિ નીમીને આ અંગે સર્વે તથા કામગીરી શરૃ કરવામાં આવી હતી જેમાં સાંસદ પૂનમબેન માડમ પણ જોડાયા હતાં.

ગઈકાલે હાઈ-વે પરના સરકીટ હાઉસમાં આવેલા સાંસદ પૂનમબેન માડમને વેપારી અગ્રણીઓ તથા સી.સી. ટી.વી.ના પ્રોજેક્ટ સાથે જોડાયેલા અગ્રણીઓ દ્વારા ખંભાળિયા શહેર તથા આસપાસના વાડી વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જાળવવા તથા ગુનાખોરી અટકાવવા માટે સી.સી. ટી.વી. જરૃરી હોય, આ અંગેનું આયોજન જગાવ્યું હતું તથા રૃપરેખા પણ સમજાવાઈ હતી.

સાંસદ પૂનમબેને આ અંગે રાજ્યના ગૃહમંત્રીશ્રી તથા સચિવ સાથે તુરંત જ વાત કરીને સરકારમાંથી અથવા તો લોકભાગીદારી, કંપનીઓના સૌજન્યથી આ કાર્ય તુરત થાય તે માટે પ્રયત્નશીલ થયા હતાં. મુલાકાતમાં અગ્રણી વેપારીઓ જગદિશભાઈ રાયચુરા, કિશોરભાઈ દત્તાણી, મહેન્દ્રભાઈ કુંડલિયા, હિતેનભાઈ આચાર્ય, શ્રી ઝાલાભાઈ પોલીસ સુપ્રિ. વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00