દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

દ્વારકામાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતી સાત મહિલા ઝડપાઈ

જામનગર તા.૮ ઃ દ્વારકાના નરસંગ ટેકરીમાંથી ગઈકાલે સાંજે પોલીસે છ શખ્સોને જાહેરમાં ગંજીપાના કૂટતા પકડી પાડયા છે. જ્યારે દ્વારકાના ત્રણબત્તી ચોકમાંથી ગઈરાત્રે સાત મહિલાઓ જાહેરમાં તીનપત્તી રમતી મળી આવી છે. પોલીસે બન્ને સ્થળેથી કુલ રૃા.૬૦ હજારની રોકડ રકમ કબજે કરી છે.

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલી ઘોડાવાવ પાસે ગઈકાલે સાંજે કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા દ્વારકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્રાટક્યો હતો. આ સ્થળેથી લગધીરભા દેવુભા માણેક, અજુભા બબાભા માણેક, ધનાભા ભીખાભા જડિયા, થાર્યાભા સાદુરભા ચમડિયા, હરિસંગભા લાખાભા માણેક, બાબાભા રાણાભા સુમણિયા નામના છ શખ્સો ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૬૨૬૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.

દ્વારકાના ત્રણબત્તી ચોકમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટ પાસે ગિરધરભાઈ સીમરિયાના મકાન નજીક ગઈરાત્રે જાહેરમાં ગંજીપાનાથી તીનપત્તી રમી રહેલા પ્રજ્ઞાબેન લક્ષ્મીકાંત પંડયા, અનસુયાબેન અનિલકુમાર ઠાકર, દીનાબેન નરેન્દ્રભાઈ ચંદારાણા, રમાબેન ભીખુભાઈ બાવાજી, દમયંતીબેન ગોરધનભાઈ શ્રીમાણી, માયાબેન હરીશભાઈ ભાયાણી તથા આરતીબેન કશ્યપભાઈ ચંદારાણા નામના સાત મહિલાઓને પોલીસે દરોડો પાડી ઝડપી લીધા હતા. આ સ્થળે પટમાંથી રૃા.૫૩૨૫૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે. પીએસઆઈ એસ.વી. વસાવાએ જુગારધારાની કલમ- ૧ર હેઠળ ગુન્હો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00