વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

ગડા પરિવાર દ્વારા જુવાર-બાજરાનું દાન

જામનગર તા. ૧૩ઃ અબોલ નિરાધાર પક્ષીઓનું જીવન બચાવવા ખંભાળીયા તાલુકાના ટીંબડીના (હાલ આફ્રિકા) હાલારી વિશા ઓશવાળ મહાજન સમાજના ગડા પરિવારના સભ્યો કંકુબેન કચરાભાઈ, પૂંજાભાઈ ગડા તથા તેમનો પરિવાર, ધનજીભાઈ કચરાભાઈ ગડા, કાંતિલાલ કચરાભાઈ ગડા, સોમચંદભાઈ કચરાભાઈ ગડા, અમૃતલાલ કચરાભાઈ ગડા, જતન ધનજીભાઈ ગડા, નીતિનભાઈ વેરસીભાઈ તરફથી જુવાર બાચકા-૨૩૦ તથા બાજરો બાચકા-૫૦ નો એક ખટારો ચણ પક્ષીઓનું જીવન બચાવવા માટે આપવામાં આવ્યું છે જે દાન મેળવવા મૂળ ગામ ટીંબડી (હાલ મુંબઈ) ના મહાજન સમાજના આગેવાન તથા ચણ વિતરણ પ્રવૃત્તિના મુખ્ય સંચાલક કાંતિલાલ મેપાભાઈ ગડાનો પૂર્ણ સહયોગ મળ્યો છે.

આરાધનાધામ ૫ાસે બાપા સીતારામ મઢુલીથી શરૃ કરી ફૂલેલિયા હનુમાન મંદિર ખંભાળિયા, કેશોદ, નાગેશ્વર મંદિર, સોડસલા, સૂરજબા મંદિર-હરિપર, ચારબારા, સીમાણી કાલાવડ, કામાઈ માતાજીનું મંદિર, ખજુરિયા, પીપરિયા, હંસ્થળ, જામપર, સીદપુર, ભાટિયા, કલ્યાણપુર, બામણાસા, બતડિયા, દેવરિયા, ટંકારિયા, કુરંગા, મુકતેશ્વર મહાદેવ ધર્મશાળા કુરંગા, ગોજીનેસ, સુઈનેસ, ભોગાત તથા ઓખામઢી જૂની-નવી તથા વચલી, ભીમપરા, ગોરીંજા, વાડી વિસ્તાર તથા જંગલ વિસતારો વગેરેમાં ૮પ સ્થળોએ વકીલ નાનજીભાઈ સોનગરા મારફત એક ખટારા ચણનું વિતરણ કરવામાં આવ્યું હતંુ. પક્ષીઓ માટે ચણનું દાન આપવા માગતી વ્યક્તિઓએ કાંતિલાલ મેપાભાઈ ગડા (૯૮૯૨૧ ૯૯૧૯૦), જમનભાઈ હરિયા (૯૮૨૪૧ ૧૩૨૩૬) નાનજીભાઈ સોનગરા (૯૪૨૬૯ ૫૫૪૫૦) નો સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00