નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

હાપા પાસે રિવર્સમાં ટ્રક લેવડાવતા ક્લિનરનું ચગદાઈ જવાથી મૃત્યુ

જામનગર તા. ૧૬ઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર હાપા પાસે ગઈરાત્રે ટ્રકને રિવર્સમાં લેવડાવતા ક્લિનરને પૂરઝડપે ધસી આવેલી એસ.ટી.ની એક બસે ટક્કર મારતા પોતાના જ ટ્રક હેઠળ કચડાઈ જવાથી ક્લિનરનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે એસ.ટી.માં મુસાફરી કરતા એક મહિલા પણ ઘવાયા છે. પોલીસે ક્લિનરના મૃતદેહનું પી.એમ. કરાવી કોલ્ડરૃમમાં ખસેડયો છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા હાપા નજીકના એસ્સાર પેટ્રોલપંપ પાસે ગઈરાત્રે જીજે-૧૦-ટીવી ૯૯૮૭ નંબરના એક ટ્રક તેના ક્લિનર ઝાંસી શહેરના સુખવીર કટાભાઈ કુશવાહ (ઉ.વ.૩૩) પાછળ લેવડાવી રહ્યા હતા તેઓ ટ્રકના ચાલકને પાછળની સાઈડમાં ઉભા રહી દિશાસૂચન કરતા હતા.

આ વેળાએ જ જામનગર તરફથી પૂરઝડપે ધસી આવેલી એસ.ટી.ની જીજે-૧૮-ઝેડ ૧૮૧૩ નંબરની દ્વારકાથી અમદાવાદ રૃટની બસે તે ટ્રકના પાછળના ભાગમાં જબરદસ્ત ટક્કર મારી હતી.

આ અકસ્માતના પગલે ટ્રકના પાછળના જોટા પાસે ઉભા રહી સાઈડ આપી રહેલા સુખવીર કુશવાહ ટ્રકની નીચે પડી ગયા હતા. આ વેળાએ જ પાછળ આવી રહેલો ટ્રક નિરંતર પાછળ ધપતા સુખવીર ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. અકસ્માત સર્જી એસ.ટી.નો ચાલક નાસી ગયો હતો. જ્યારે ટ્રકની પાછળની સાઈડમાં ક્લિનર સાઈડથી અથડાયેલી એસ.ટી. બસના આગળના ભાગનો કડૂસલો બોલી ગયો હતો જેના કારણે બસમાં આગળ બેસેલા સ્ત્રી મુસાફર ઘવાયા હતા.

અકસ્માતની જાણ થતા પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ૧૦૮ દોડયા હતા. ઈજાગ્રસ્ત મહિલાને સારવારમાં ખસેડયામાં આવ્યા હતા. જ્યારે મૃતક ક્લિનરના દેહને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. આજે સવારે જમાદાર એચ.એચ. પંડયા તથા રાઈટર કે.પી. જાડેજાએ મૃતદેહનું પી.એમ. કરાવી તેને કોલ્ડરૃમમાં રખાવવાની અને મૃતકના પરિવારને અકસ્માતની જાણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00