હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન સમક્ષ અપાયેલા વચનનું મનપા પાલન કરેઃ બાબરિયા

જામનગર તા. ૮ઃ જામનગર મહાનગરપાલિકાએ રાષ્ટ્રીય કર્મચારી સફાઈ આયોગના ચેરમેન સમક્ષ આપેલી ખાત્રીની અમલવારી સત્વરે શરૃ કરે તેવી રજૂઆત કરવામાં આવી છે.

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલાની જામનગર મુલાકાત સમયે સર્કિટ હાઉસમાં મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી જેમાં સમયમર્યાદામાં નિર્ણયની અમલવારી કરવા જણાવાયું હતું. જેમાં સેટઅપની ખાલી જગ્યાઓ ઉપર એક માસમાં કાયમના ઓર્ડર આપવા, મૂકાદમો ટ્રિબ્યુનલનો સ્ટે ઊઠી જતા મૂકાદમનું ર૪ જગ્યાનું ખાલી સેટઅપ ભરવા અને જે સફાઈ કામદારોમાંથી મૂકાદમના પ્રમોશન મળ્યા છે તે સફાઈ કામદારની ખાલી પડેલ સેટઅપ પૈકી સિનિયોરીટી મુજબ ખાલી જગ્યાએ કાયમીના ઓર્ડર એક માસમાં આપવાનો નિર્ણય કરાયો હતો.

આ મુદ્ત બંધીનો ત્વરીત અમલ કરવા જામનગર જિલ્લા સફાઈ કામદાર યુનિયનના જનરલ સેક્રેટરી પ્રેમજીભાઈ બાબરિયાએ મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00