દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

કેરળમાં મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિતઃ ચાર દિવસમાં સાત મૂર્તિઓ તૂટી

કન્નુર તા. ૮ઃ કેરળમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાના ચશ્મા તોડીને તેને ખંડિત કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે, તો વિવિધ સ્થળે સાત મૂર્તિઓને નુક્સાન પહોંચાડાયું હોવાથી ચર્ચા જાગી છે.

કન્નુરના થાલીપરમ્બા વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા મહાત્મા ગાંધીની મૂર્તિને નુક્સાન પહોંચાડવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૂર્તિના ચશ્મા તોડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનિય છે કે ત્રિપૂરામાં રપ વર્ષના લેફ્ટના શાસનના અંતની સાથે દેશમાં પ્રતિમાઓ પાડવાનું રાજકારણ શરૃ કરી દેવામાં આવ્યું છે. ત્રિપૂરામાં રશિયન ક્રાંતિકારી વ્લાદિમીર લેનિનની બે મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી.

દેશભરમાંથી અલગ અલગ જગ્યાઓ પર મહાપુરુષોની મૂર્તિને નુક્સાન પહોંચાડવાની ખબરો આવી રહી છે.બુધવારે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને નારાજગી જાહેર કરી હતી.

તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, કેરળ અને પ. બંગાળ સહિતના રાજ્યોમાં ચાર દિવસમાં સાત મૂર્તિઓને નુક્સાન પહોંચાડાયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેથી દેશમાં ચર્ચા જાગી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00