ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ટ્રમ્પ અને મોદી વચ્ચે માલદીવ અને ઉત્તર કોરિયાના મુદ્દે થઈ લાંબી ટેલિફોનિક ચર્ચા

નવી દિલ્હી તા. ૯ઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લાંબી ટેલિફોનિક ચર્ચા થઈ છે. વર્ષ-ર૦૧૮ ની થયેલી આ પ્રથમ ટેલિફોનિક વાતચીત દરમિયાન માલદીવ અને ઉ.કોરિયાના મુદ્દે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફોન પર લાંબી વાતચીત થઇ હોવાના હેવાલ મળ્યા છે. બન્ને નેતાઓએ ફોન પર જુદા જુદા વિષય પર વાતચીત કરી હતી. વાતચીતમાં માલદીવ અને ઉત્તર કોરિયાનો મુદ્દો પણ છવાયો હતો. વ્હાઇટ હાઉસ દ્વારા વાતચીતના સંબંધમાં માહિતી આપી છે.

બન્ને નેતાઓએ અફઘાનિસ્તાનમાં હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતી, હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાના મામલે પણ વાતચીત થઇ હતી. આ વર્ષે ટ્રમ્પ અને મોદી વચ્ચે થયેલી આ પ્રથમ વાતચીતને ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. વ્હાઇટ હાઉસે કહ્યુ છે કે બન્ને નેતાઓએ માલદીવ સંકટ પર પણ ચર્ચા કરી હતી. લોકશાહી સંસ્થાઓ તેમજ વિધીના શાસનનું સન્માન કરવા માટેની વાત થઇ હતી. ટ્રમ્પે ઉત્તર કોરિયા અને મ્યાનમારમાં રોહિંગ્યા સંકટને લઇને પણ મંદીએ વાત કરી હતી. જુદા જુદા વિષય પર વાતચીત થઇ હતી.

વ્હાઇટ હાઉસ પાસેથી મળેલી માહિતી મુજદ ટ્રમ્પ અને મોદીએ ફોન પર વાતચીત કરી છે. માલદીવ હાલમાં સંકટમાંથી પસાર થઇ રહ્યુ છે. સુપ્રીમ કોર્ટે વિપક્ષના નવ નેતાને મુક્ત કરવાના આદેશ જાહેર કર્યા હતા. ત્યારબાદ માલદીવના પ્રમુખ યામીનની સરકારે આ આદેશને સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ માલદીવ સરકારે ઇમરજન્સીની જાહેરાત કરી હતી.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ અબ્દુલ્લા સઇદને પકડી લેવામાં આવ્યા હતા. ટ્રમ્પ અને મોદીએ પ્રશાંત-હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી જટિલ સ્થિતિ પર ચર્ચા કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00