કુમારસ્વામિએ સાબીત કરી બહુમતીઃ ફ્લોર ટેસ્ટ પહેલા જ ભાજપનું વોકઆઉટ/ અમેરિકામાં આઈફોનની ડિઝાઈન કોપી કરવાના કેસમાં સેમસંગને ૩૬૦૦૦ કરોડનો દંડ / અમિત શાહ જો નિતીન પટેલને મંત્રી પદેથી હટાવશે તો જોડાશે અમારી સાથેઃ હાર્દિક પટેલ / રોહિંગ્યાના મ્યાનમાર પાછા ફરવાની વાતચીતમાં મોદી સહયોગ કરેઃ શેખ હશીના /

ખંભાળીયામાં ભાજપ કાર્યકરો દ્વારા છાસ, પાણીનું વિતરણ

ખંભાળીયા તા. ૧૬ઃ હાલ કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યાં છે, ત્યારે આ કાતિલ ગરમી સામે રાહત મળે તેના ઉમદા આશય સાથે અહીંના શહેર યુવા ભાજપના કાર્યકર ભાઈઓ-બહેનો દ્વારા વિનામૂલ્યે ઠંડી છાસ તથા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ખંભાળીયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા મેઈન બજાર દરબાર ચોક કે જ્યાં બે રાષ્ટ્રીયકૃત બેંકો, મોટા શોરૃમ, માર્કેટ આવેલા છે અને દરરોજ સેંકડો લોકોની અવર-જવર રહે છે, ત્યાં ભાજપના કાર્યકર ભાઈઓ-બહેનોને લોકોને છાશ તથા પાણીનું વિતરણ કરતાં લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.

આ કામગીરી દરમિયાન શહેર યુવા ભાજપ પ્રમુખ અમિતભાઈ શુકલ, પ્રદેશ યુવા ભાજપના ઈન્દ્રજીતસિંહ પરમાર, પરબતભાઈ ભાદરકા, સુરપાલસિંહ ચુડાસમા, મયુરભાઈ ગઢવી, મનુભાઈ મોટાણી, અનિલભાઈ તન્ના સાથે મહિલા મોરચાના મનિષાબેન ત્રિવેદી, શ્વેતાબેન શુકલ, મીતાબેન લાલ, મેઘાબેન, કુંદનબેન, કૃતિકાબેન, રમાબેન, રેખાબેન, પાયલબેન વિગેરે જોડાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00