શિક્ષણમંત્રીએ કહ્યું મનમાની ચલાવતી શાળાઓ સામે લેવાશે આકરા પગલાં / આતંકીને ડીનરમાં આમંત્રણ આપવા માટે કેનેડિયન સાંસદે માંગી માફી / હોસ્પિટલમાંથી રજા મળતા જ પારિકર પહોંચ્યા વિધાનસભાઃ રજૂ કર્યું બજેટ /

બે નવા આઈપીએસ અધિકારી રાજ્યના પોલીસ દળમાં હાજરઃ ફરજના સ્થળ ફાળવાયા

જામનગર તા. ૯ ઃ ગુજરાત કેડરમાં ફાળવવામાં આવેલા બે આઈપીએસ અધિકારીઓની ટ્રેનીંગ પૂર્ણ થતા તેઓ પોલીસ દળમાં હાજર થયા છે જેઓને ફરજના સ્થળ ફાળવાતા ખંભાળિયાના ડીવાયએસપી તરીકે એક અધિકારીની નિમણૂક થવા પામી છે. જ્યારે ખંભાળિયાના ડીવાયએસપીને જામનગર મૂકવામાં આવ્યા છે.

દેશના ૬૮ આરઆર બેચના બે આઈપીએસ અધિકારીઓની ગુજરાત કેડરમાં ફાળવણી કરવામાં આવ્યા પછી તેઓને ફેસ-ટુની તાલીમ માટે હૈદ્રાબાદ સ્થિત એસ.વી.પી. એન.પી.એ.માં મોકલવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૫ની બેચના આ અધિકારી અચલ ત્યાગી (આઈપીએસ) તેમજ આ જ બેચના પ્રશાંત અપ્પાસાહેબ સુમ્બે (આઈપીએસ)ની તાલીમ પૂર્ણ થતા તેઓ રાજ્યના પોલીસ દળમાં હાજર થયા હતા.

આ બન્ને અધિકારીઓને રાજ્યપાલશ્રીના હુકમથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નિમણૂક આપવામાં આવી છે જેમાંના અચલ ત્યાગીને નર્મદા જિલ્લાના કેવડિયામાં મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે પ્રશાંત સુમ્બેને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક મળી છે.

હાલમાં કેવડિયામાં વિભાગીય પોલીસ અધિકારીની ફરજ બજાવતા એ.આર. દેસાઈને અમદાવાદ શહેરના મદદનીશ પોલીસ કમિશ્નર (ટ્રાફિક) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે હાલમાં દેવભૂમિ દ્વારકામાં વિભાગીય પોલીસ અધિકારીની ફરજ બજાવતા જે.એચ. ઝાલાને જામનગરના એસ.સી.એસ.ટી. સેલમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00