દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

ખંભાળીયાના એસ.પી.નો સપાટોઃ ટ્રાફિક ઝુંબેશ ચલાવી એકીસાથે એંસી કેસો નોંધાતા ફફડાટ

ખંભાળીયા તા. ૮ઃ નવા એસ.પી. પ્રશાંતકુમારની આગેવાનીમાં ખંભાળીયામાં ટ્રાફિક ઝુંબેશ ચલાવીને એકી સાથે ૮૦ કેસો નોંધાતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના એ.એસ.પી. તરીકે તાજેતરમાં નિમાયેલા આઈ.પી.એસ. અધિકારી પ્રશાંતકુમારે હાજર થયા પછી બારકે દિવસે ઓચિંતા શહેરના અત્યંત જટીલ એવા ટ્રાફિક પ્રશ્ને ભારે સપાટો બોલાવતા વાહન ચાલકોને દોડતા કરી દીધા હતાં.

જિલ્લા પોલીસ વડા રોહન આનંદના માર્ગદર્શન હેઠળ એ.એસ.પી. પ્રશાંતકુમારની આગેવાનીમાં શહેર ઈન્ચાર્જ પો.ઈ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ દ્વારા પો.સ.ઈ. વાય.જી. મકવાણા તથા પો.સ.ઈ. કે.એન. ઠાકરીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા નગર ગેઈટ, ચાર રસ્તા, રેલવે સ્ટેશન વિગેરે ત્રણેક સ્થળે એક સાથે પોઈન્ટ પર પોલીસનું ચેકીંગ કરીને ધડાધડ વાહન ચાલકોને પકડીને કેસ કરાતા વાહન ચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી તથા ચેકીંગના પોઈન્ટ ઉપર વાહનોના ઢગલા થઈ ગયા હતાં તો એકસાથે આવું ચેકીંગ થતાં મોટા વાહનો લઈને ભટકતા ટાબરીયાઓ તો 'છૂ' થઈ ગયા હતાં.

ઈન્ચાર્જ પો.ઈન્સ. ડી.બી. ગોહીલે જણાવેલ કે, ૭ર કેસો એન.સી.ના કરાયા છે. જેમાં સ્થળ પર ૭ર૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જ્યારે ચાર વાહનો ડીટેઈન કરાયા હતાં તથા ર૧૩ મુજબ ટ્રાફીકને અડચણરૃપ રાખવાના મુદ્દે બે વાહનો સામે કેસ કરી કબજે કરાયા હતાં, આ સાથે એંસી કેસ એકી સાથે થતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

એ.એસ.પી. પ્રશાંતકુમારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ ટ્રાફિક ઝુંબેશનું પહેલું પગલું છે, હવે પછી આનાથી પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તથા નિયમ વિરૃદ્ધ વાહન ચલાવનારા અને ટ્રાફિક નિયમોનું પાલન ના કરનાર સામે કડક કાર્યવાહી થશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00