તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

રાહુલ ગાંધી કર્ણાટકના બેલ્લારીમાંથી શનિવારે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશેઃ એડીચોટીનું જોર

નવી દિલ્હી તા. ૯ઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે ત્યારે કોંગ્રેસે સત્તા જમાવી રાખવા કમ્મર કસી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે કર્ણાટકમાં બેલ્લારીમાંથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.

પાર્ટી અધ્યક્ષ બન્યા પછી રાહુલ ગાંધી માટે આઠ જેટલા રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પડકારરૃપ છે. તેમાંથી કર્ણાટકમાં સત્તા ટકાવી રાખવા કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર અભિયાનના શ્રીગણેશ કરશે અને ચાર દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સભા ગજવશે. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ માટે બેલ્લારી જિલ્લો પસંદ કર્યો છે.

બેલ્લારી એ મતક્ષેત્ર છે જ્યાં ૧૯૯૯ માં સોનિયા ગાંધીએ ભાજપના નેતા સુષ્મા સ્વરાજને લોકસભા ચૂંટણીમાં હરાવ્યા હતાં. આ ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી તેમની માતા સાથે ઘણાં દિવસો સુધી પ્રચાર અભિયાનમાં રહ્યા હતાં.

માનવામાં આવે છે કે, સત્તામાં કોંગ્રેસની વાપસી કરાવવામાં બેલ્લારી બેઠકનું મોટું યોગદાન રહ્યું છે. સાત વર્ષ વિપક્ષમાં બેઠા પછી કોંગ્રેસ કર્ણાટકમાં સત્તા પર આવ્યું હતું. વર્ષ ર૦૧૦ માં તત્કાલિન વિપક્ષી નેતા સિદ્ધારમૈયાએ ભૂમાફિયા રેડીબંધુઓ વિરૃદ્ધ બંગાલુરથી બેલ્લારી સુધી પદયાત્રા કરી હતી. આ પદ યાત્રાએ કોંગ્રેસને કર્ણાટકની ગાદી અપાવવામાં મોટો ફાળો આપ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00