શિક્ષણમંત્રીએ કહ્યું મનમાની ચલાવતી શાળાઓ સામે લેવાશે આકરા પગલાં / આતંકીને ડીનરમાં આમંત્રણ આપવા માટે કેનેડિયન સાંસદે માંગી માફી / હોસ્પિટલમાંથી રજા મળતા જ પારિકર પહોંચ્યા વિધાનસભાઃ રજૂ કર્યું બજેટ /

ગુગલ સર્ચ એન્જિનને પક્ષપાત બદલ ભારતે ફટકાર્યો રૃા. ૧૩૬ કરોડનો દંડ

નવી દિલ્હી તા. ૯ઃ બધાના સવાલોના ફટાફટ જવાબ આપવાવાળું વેબ સર્ચ એન્જિન ગુગલને ભારતીય સ્પર્ધાત્મક કમિશને શિસ્ત તોડવા અને ગુગલ પર સર્ચ રીઝલ્ટ બતાવવામાં પક્ષપાત કરવા બદલ દોષિત પૂરવાર કર્યું છે અને આ માટે ગુગલ પર ૧૩પ.૮૬ કરોડનો દંડ ફટકાર્યો છે. અમેરિકન કંપની ગુગલે આ દંડ બે મહિનામાં ભરવાનો રહેશે. મેટ્રીમોની, કોમ અને કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી દ્વારા આક્ષેપો કરાયા પછી સીસીઆઈ દ્વારા આ આદેશ પસાર કરવામાં આવ્યો છે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુગલે ઓનલાઈન જનરલ વેબ સર્ચ અને વેબ સર્ચ એડવર્ટાઈઝીંગ સર્વિસીસ સેક્ટરમાં પોતાની બાદશાહતનો દૂરૃપયોગ કર્યો છે, જો કે સીસીઆઈને ગુગલની વિશિષ્ટ સર્ચ ડિઝાઈન (વન બોક્સ), એડવર્ડસ, ઓનલાઈન ઈન્સ્ટડમિડિયેશન અને ડિસ્ટ્રિબ્યુશન કરારના કોઈપણ ઉલ્લંઘન બદલ, ગુગલ દોષિત જણાયું નહતું. સીસીઆઈએ ગુગલ પર દંડનો ચૂકાદો ૪-ર થી સંભળાવ્યો હતો જેમાં બે સભ્યો આ નિર્ણયની વિરૃદ્ધમાં હતાં, જ્યારે ચાર લોકો આ દંડની તરફેણમાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00