ચક્રવાત (વાવાઝોડું) ફેથઈ આંધ્રના તટ પર આવી પહોંચ્યુંઃ ભારે પવન સાથે મુશળધાર વરસાદ થયો શરૃ / પ્રથમ ટેસ્ટની બીજી ઈનીંગમાં પણ શમી ખીલ્યો બીજી ઈનિંગમાં પણ લીધી ૬ વિકેટ / શીખ વીરોધી રમખાણમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને આજીવન કેદ /

જામનગર જિલ્લાના ફોર વ્હીલર વાહનો માટે નવી સી.એમ. સીરીઝનું ઓક્શન

જામનગર તા. ૧૩ઃ તમામ પ્રકારના ફોર વ્હીલર (મોટરકાર) ના વાહનો માટે ૧૦ મું ઈ-ઓક્શન જીજે-૧૦-સીએન ગોલ્ડન, અને સિલ્વર નંબર માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી તા. ૧૩.૩.ર૦૧૮ સુધીમાં કરવાની રહેશે. ઈ-ઓક્શનમાં બિડીંગ તા. ૧૩.૩.ર૦૧૮ થી તા. ૧પ.૩.ર૦૧૮ ના સવારના ૧૧.પ૯ કલાક સુધી કરવાની રહેશે. ઈ-ઓક્શનનું પરિણામ તા. ૧પ.૩.ર૦૧૮ બપોરે ૧ર કલાકે જાહેર કરવામાં આવશે. વાહનમાલિકે સૌ પ્રથમ ુુુ. ૅટ્ઠિૈદૃટ્ઠરટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યા પછી યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાનું રહેશે, ત્યારપછી વેબસાઈ પર લોગીન કરીને વાહન ખરીદીના ૭ દિવસની અંદર ઓનલાઈન સીએનએ ફોર્મ ભરવાનું રહેશે. વાહનમાલિકે ગોલ્ડન, સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈન રશીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિક પોતાની બીડ ઉપરોક્ત દર્શાવેલ સમયગાળા દરમિયાન ૧૦૦૦ ના ગુણાંકમાં વધારી શકશે. ઈ-ઓક્શનના અંને નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. સિલ્વર નંબરમાં ૪૦૦, ૪પ૬, પ૬૭, ૬૦૦, ૬૭૮, ૭૮૯, ૮૦૦, ર૦૦૦, ર૩૪પ, ર૭૭ર, ૩૬૬૩, ૪પ૬૭, ૬૦૦૦, ૬૩૩૬, ૬૭૮૯, ૮૦૦૮, ૮૧૧૮ વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નંબરની મીનીમમ ફી રૃા. ૧૦,૦૦૦ રાખવામાં આવી હોવાનું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00